GSTV
Finance Trending

ખાનગી ક્ષેત્રની આ બેંકે સેવિંગ એકાઉન્ટ પર વધાર્યા વ્યાજ દર, જાણો શું છે નવા વ્યાજ દર

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક પહેલા યસ બેંકે બચત ખાતા પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. વ્યાજના નવા દરો 17 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. બેંક હવે બચત ખાતા પર 6.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે RBI દ્વારા રેપો રેટમાં વૃદ્ધિ બાદ ઘણી બેંકોએ FD અને સેવિંગ એકાઉન્ટ્સ પર વ્યાજ દર વધારવામાં આવ્યો છે.

આ મહિનાના અંતમાં યોજાનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ફરી એકવાર રેપો રેટમાં વધારાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જો આમ થાય છે, તો બેંકો ફરીથી વિવિધ યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરી શકે છે.

બેંકે

યસ બેંકે સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરો

યસ બેંક 1 લાખ રૂપિયા સુધીની થાપણો ધરાવતા દૈનિક બચત ખાતા પર 4 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. ગ્રાહકોને 1-5 લાખ રૂપિયાના બચત ખાતા પર 4.25 ટકા વ્યાજ મળશે. તે જ સમયે, 5 લાખથી વધુ અને 10 લાખ રૂપિયા સુધીના બચત ખાતા પર, બેંક હવે 5 ટકા વ્યાજ આપશે. ગ્રાહકોને 10 લાખથી વધુ અને 25 લાખ સુધીના બચત ખાતા પર 5.50 ટકા વ્યાજ મળશે. બેંક 25 લાખથી વધુ અને 1 કરોડ રૂપિયા સુધીના બચત ખાતા પર 6 ટકા વ્યાજ આપી રહી છે. 10 કરોડથી 25 કરોડ રૂપિયાથી વધુના બચત ખાતા પર સમાન વ્યાજ મળશે. જો કે, બેંક 1 કરોડથી 10 કરોડ રૂપિયાથી વધુના બચત ખાતા પર 6.25 ટકા વ્યાજ આપી રહી છે.

દરરોજ થાય છે વ્યાજની ગણતરી

યસ બેંકે કહ્યું છે કે કામકાજના દિવસના અંતે બચત ખાતામાં બાકી રહેલી રકમ પર દરરોજ વ્યાજની ગણતરી કરવામાં આવે છે. તે જ સમયે, બચત ખાતા પર વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે. 30 જૂન, 30 સપ્ટેમ્બર, 31 ડિસેમ્બર અને 31 માર્ચે વ્યાજ ચૂકવવામાં આવે છે.

બેંકે

બહુવિધ બચત ખાતાની ઓફર

યસ બેંક વિવિધ વ્યાજ દરો સાથે બહુવિધ બચત ખાતાઓ ઓફર કરે છે. આમાં સેવિંગ વેલ્યૂ, કસ્ટમાઇઝ્ડ સેવિંગ્સ એકાઉન્ટ, સ્માર્ટ સેલરી પ્લેટિનમ, સ્માર્ટ સેલરી એક્સક્લુઝિવ અને સ્માર્ટ સેલરી એડવાન્ટેજ એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.

READ ALSO:

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV