GSTV
Home » News » સોનાથી પણ ચાર ગણી વધારે મોંઘી છે આ કિંમતી ધાતુ, વિશ્વમાં વધી રહી છે માંગ

સોનાથી પણ ચાર ગણી વધારે મોંઘી છે આ કિંમતી ધાતુ, વિશ્વમાં વધી રહી છે માંગ

વિશ્વબજારમાં વર્તમાન સમયમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શું તમને ખબર છે કે, સોનાથી પણ મોંધી છે એક ધાતુ જેની કિંમત સાંભળીને ચોંકી જશો. આ ધાતુ છે પેલેડિયમ, જેની કિંમતમાં 25 ટકાથી વધારે ઉછાળો આવ્યો હતો. આ ધાતુનુ છેલ્લા એક વર્ષમાં મૂલ્ય લગભગ બગણુ થઈ ગયું છે. પેલેડિયમને ચાર સૌથી મોંઘી ધાતુમાં રાખવામાં આવે છે. પેલેડિયમનું મૂલ્ય છેલ્લા એખ વર્ષમાં 63 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે કે, સોનું માત્ર 17 ટકા મોંઘુ થયું છે. છેલ્લા વર્ષમાં 17 ડિસેમ્બરે પેલેડિયમનો ભાવ 1974 ડોલર એટલે કે, પ્રતિ તોલાએ 1,40,796 રૂપીયાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું.

ક્યારે થઈ હતી શોધ ?

પેલેડિયમની શોધ 1803 માં વિલિયમ હાઈડ વોલેસ્ટને કરી હતી. આ ધાતુ ચાંદી જેવી દેખાઈ છે, પરંતુ આ ધાતુમાં ચમક પ્લોટિનમ જોવી હોય છે. પેલેડિયમને ચલણ કોડ પણ આપવામાં આવ્યો છે. આ એવી ચોથી ધાતુ છે જેને ચલણ કોડ આપવામાં આવ્યું છે. પેલેડિયમ ઉપરાંત પ્લેટિનમ, સોના અને ચાંદીને પણ આ કોડ આપવામાં આવ્યો છે. આ ધાતુને પ્લેટિનમ જૂથની છ ધાતુઓ સાથે રાખવામાં આવે છે. આ ધાતુ સિવાય આ જૂથમાં રુથેનિયમ, રોઢિયમ, ઓસમિયમ, ઇરીડિયમ અને પ્લેટિનમ પોતે સામેલ છે.

લગભગ 85 ટકા પેલેડિયમનો ઉપયોગ કારના એક્ઝાસ્ટમાં થાય છે. આ ઝેરી પ્રદૂષક તત્વોને ઓછા હાનિકારક બનાવવામાં મદદ કરે છે. પેલેડિયમનો ઉપયોગ પેટ્રોલ અને હાઈબ્રિડ વાહનોના એક્ઝાસ્ટ્સમાં ઉત્પન્ન થતા કેટેલિસ્ટને બનાવવા માટે થાય છે. તે સિવાય તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, ડેન્ટિસ્ટ્રી, જ્વેલરીમાં પણ થાય છે. આ ધાતુ ફક્ત રશિયા અને દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે છે.

કેમ મોંઘુ થઈ રહ્યું છે પેલેડિયમ

પેલેડિયમની કિંમત તેજી થી વધતા પાછળ તેની વધતી જતી મોંઘવારીને માનવામાં આવે છે. આ ધાતુની માંગને વધારવા માટે સરકારની ગાડીઓમાં પ્રદુષણ નિયમોને સખ્ત કરવાનું માનવામા આવી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ચીનમાં. તે જ કારણે ઓટો ઉદ્યોગમાં આ ધાતુની માંગ વધી રહી છે.

સપ્લાઈમાં કેમ છે સમસ્યા

ખરેખરતો, પેલેડિયમનું ઉત્પાદન ઓછુ છે અને તેની માંગ વધારે તેજીથી વધી રહીછે. રૂસ અને દક્ષિણી આફ્રિકાના દેશ પર ઉત્પાદનનું વધારે દબાણ રહેલું છે. ધાતુની તેજીથી વધતા ભાવને જોઈએ ઉત્પાદક દેશ પણ હેરાન છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં પેલેડિયમનો લગભગ 40 ટકા હિસ્સો દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થાય છે.

READ ALSO

Related posts

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેને કર્યું એવું કામ કે લોકો કરી રહ્યો છે સલામ

Nilesh Jethva

વેકેશન માટે આ જગ્યાએ પહોંચી સારા અલી ખાન, હોટ ફોટો શેર કરી ફેન્સનો પાડી દીધો પરસેવો

Ankita Trada

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!