GSTV

ફાયદાનો સોદો/ FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

lic

Last Updated on August 3, 2021 by Karan

આજે લોકો બચત અને રોકાણ માટે ખૂબ જ જાગૃત બન્યા છે. લોકો તેમની બચત કરેલી રકમનું એવી યોજનામાં રોકાણ કરવા માગે છે, જ્યાં તેમને વધુ લાભ મળે છે. ભારતીય જીવન વીમા નિગમની એક એવી પોલિસી છે જ્યાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ લાભ મળે છે. સિંગલ પ્રીમિયમ એન્ડોમેન્ટ પ્લાન ટેબલ નંબર 917 એ પ્લાન છે જે વધુ લાભ આપે છે.

જો કોઈ વ્યક્તિ રિટાયર થઈ ગયો હોય અથવા ક્યાંકથી મોટી કમાણી થઇ હોય, તો પછી આ સિંગલ પ્રીમિયમ પ્લાનમાં રોકાણ કરી શકાય છે. તેમાં એકવાર પ્રીમિયમ ભરવાનું હોય છે અને મેચ્યોરિટી પર શાનદાર રિટર્ન મળે છે. વારંવાર પ્રીમિયમ ભરવાની કોઈ ઝંઝટ નથી. આ યોજનાની સરખામણી ફિક્સ્ડ ડિપોઝિટ સાથે એ કારણે કરવામાં આવે છે કે પ્રીમિયમ માત્ર એક જ વાર ચૂકવવામાં આવે છે. આ યોજનામાં, તમને નફાના આધારે બોનસ મળે છે.

lic

LICનો આ પ્લાન કોણ લઈ શકે છે

આ યોજના માટે લઘુત્તમ વય મર્યાદા 90 દિવસ છે, જ્યારે 65 વર્ષની મહત્તમ વય કોઈપણ ભારતીય નાગરિક મેળવી શકે છે. આ અંતર્ગત, ઓછામાં ઓછી 50,000 ની રકમની ખાતરી આપવામાં આવે છે. મહત્તમ વીમા રકમની કોઈ મર્યાદા નથી. પરંતુ તેના આધારે પ્રીમિયમ નક્કી થાય છે. જો આ પોલિસી બાળકો માટે લેવામાં આવે છે, તો બાળક 8 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી રિસ્ક કવર શરૂ થાય છે. તમે સરેન્ડર વેલ્યુના 90% સુધી લોન લઈ શકો છો.

lic

27 લાખ રૂપિયા કેવી રીતે મળશે

એક રિપોર્ટ અનુસાર, જો 35 વર્ષનો વ્યક્તિ 25 વર્ષ માટે 10 લાખ રૂપિયાની વીમા રકમ સાથે આ પોલિસી લે છે, તો તેણે સિંગલ પ્રીમિયમ તરીકે 4,67,585 રૂપિયા ચૂકવવા પડશે. 25 વર્ષ પછી પોલિસીની મેચ્યોરિટી પર વ્યક્તિને 12,75,000 રુપિયા નિશ્ચિત રિવિઝનરી બોનસ તરીકે મળશે. તેમજ 4,50,000 રૂપિયા ફાઇનલ એડિશન બોનસ તરીકે ઉપલબ્ધ થશે.

બોનસ ઉપરાંત, વીમાની રકમ પણ 10 લાખ રૂપિયા મળશે. જો આ બધું ઉમેરવામાં આવે તો વ્યક્તિને મેચ્યોરિટી પર 27,25,000 રૂપિયા મળશે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ આ રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા કરે છે, તો 25 વર્ષ પછી, તેને લગભગ 25,43,773 રૂપિયા મળે છે. જે LIC માં મળતા રૂ. 27,25,000 થી ઓછા છે.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!