GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આફ્રીકા સામેની ટેસ્ટમાં આ ખેલાડીએ ફટકારી સતત બીજી સદી, ભારત મજબૂત સ્થિતિમાં

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતર્યું હતું અને પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ 273 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલી (63 રન) અને અજિંક્ય રહાણે (18 રન) ક્રીઝ પર છે. કોહલી અને રહાણે દિવસની રમતના અંત સુધી અણનમ રહ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી.

3 વિકેટ ગુમાવ્યા બાદ 273 રન બનાવ્યા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે રમાઇ

મયંકે સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી છે. જેના કારણે પહેલા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયુ છે. ટી બ્રેક બાદ તરત જ મયંકે પોતાની સદી પૂરી કરી હતી.ટી બ્રેક વખતે ભારતનો સ્કોર 168 રન હતો અને ભારતે બે વિકેટ ગુમાવી હતી.ભારતીય ટીમ વતી મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ ઈનિંગની શરુઆત કરી હતી. જોકે રોહિત 14 રને રબાડાની બોલિંગમાં વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.

મયંક અગ્રવાલે પોતાનું શાનદાર ફોર્મ જાળવ્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી. મયંકની ટેસ્ટ કારકિર્દીની આ બીજી સદી હતી. મયંક અગ્રવાલે 108 રનની ઇનિંગ ફટકારી હતી, આ દરમિયાન તેણે 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તમને જણાવી દઈએ કે મયંક અગ્રવાલ ભારતમાં તેની બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. મયંક અગ્રવાલે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી હતી જે તેની પ્રથમ ટેસ્ટ સદી હતી જેને તે ડબલમાં રૂપાંતરિત કરવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ મયંકે 215 રન બનાવ્યા, જે દરમિયાન તેણે 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

એ પછી પૂજારા અને મયંકે બાજી સંભાળી હતી.બંને બેટસમેનોએ ભારતના સ્કોરને 150 રનની પાર પહોંચાડ્યો હતો. જોકે ટી બ્રેક પહેલા જ ભારતે ઝાટકો વાગ્યો હતો. પૂજારા 58 રન બનાવીને રબાડાની બોલિંગમાં પહેલી સ્લીપમાં કેચ આઉટ થયો હતો. દરમિયાન ટી બ્રેક વખતે 86 રને રમતમાં મયંક અગ્રવાલે બ્રેક બાદ તરત જ પોતાની સદી પુરી કરી હતી.

મયંકે પહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકાર્યા બાદ પોતાનુ શાનદાર ફોર્મ બીજી ટેસ્ટમાં પણ યથાવત રાખ્યુ છે. જેના કારણે ભારત પહેલા દિવસે મજબૂત સ્થિતિમાં આવી ગયુ છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા.

સાઉથ આફ્રિકા: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવુમા, થ્યુનિસ ડી બ્રુયન, ક્વિન્ટન ડી કોક, ડીન એલ્ગર, કેશવ મહારાજ, એડેન માર્કરામ, સેનુરન મુથુસામી, એરિક નોર્ટ્જે, વર્નોન ફિલાન્ડર અને કેગિસો રબાડા.

READ ALSO

Related posts

ભાજપના આ પૂર્વ મુખ્યમંત્રીના પત્નિને છે ફોટા પડાવવાનો શોખ, ચાલુ મીટિંગે કાગળ પર એવું લખી નાખ્યુ કે હવે થઈ રહ્યા છે ટ્રોલ

Pravin Makwana

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના યુદ્ધાભ્યાસથી ચીનના પેટમાં ઉપડ્યો દુઃખાવો, ટ્રમ્પ પ્રશાસનને આપી ચેતવણી

Mansi Patel

નેપાળે બેન કરી ભારતીય ન્યૂઝ ચેનલો, ફક્ત આ ચેનલનું ચાલુ રહેશે પ્રસારણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!