GSTV
Home » News » IPL હરાજીના એક દિવસ પહેલા 5 છગ્ગા લગાવેલા આજે 5 કરોડમાં ખરીદાયો આ ખેલાડી

IPL હરાજીના એક દિવસ પહેલા 5 છગ્ગા લગાવેલા આજે 5 કરોડમાં ખરીદાયો આ ખેલાડી

એક રહસ્યમયી ખેલાડી. જેણે ક્રિકેટની દુનિયામાં કોઇ ઓળખતું નથી. તેનું મોટું પ્રદાન છે એવી પણ કોઇને ખબર નથી અને તે ખેલાડી યુવરાજ સિંહ કરતા ચાર ગણી વધારે પ્રાઇઝમાં ખરીદાય ગયો. આઇપીએલની હરાજી થઇ રહી હતી ત્યારે સૌની નજર વિદેશી અને વિસ્ફોટક બેટ્સમેનો પર હતી, જે યા તો લાંબા છગ્ગા લગાવી શકે અથવા તો લાંબા છગ્ગા લગાવનારા બેટ્સમેનોને ફટકીમાં આઉટ કરી શકે. પણ આ વચ્ચે એક એવા ખેલાડીએ પોતાનું નામ રોશન કર્યું જેને ક્રેકેટની દુનિયામાં હજુ પગ મુક્યો છે. પણ હરાજીના એક દિવસ પહેલા જ તેણે કરેલું કામ તેની બેંક બેલેન્સને કામ આવી ગયું. જેના માટે નિમિત બન્યો ગુજરાતનો ખેલાડી.

આ ખેલાડી મુંબઇનો છે. જેનું નામ છે શિવમ દૂબે. શિવમ દૂબેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોગ સંજોગ માનવું કે પછી નિયતિનો ખેલ ? શિવમ દૂબએ હરાજીના એક દિવસ પહેલા જ રણજીમાં એક ઓવરમાં 5 છગ્ગા લગાવ્યા હતા. આ 5 છગ્ગા તેને એટલા કામ આવ્યા અને એક છગ્ગો એક એક કરોડનો ગણી લો તો શિવમ પૂરા 5 કરોડમાં ખરીદાયો. જ્યાં યુવરાજ સિંહ જેવા અનુભવી અને સિક્સર કિંગ ખેલાડીને મુંબઇ ઇન્ડિયન્સે માત્ર 1 કરોડમાં ખરીદ્યો ત્યાં શિવમ દૂબે માટે આ પ્રાઇઝ વધારે જ ગણવી રહી.

દૂબે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમતા બરોડાના સ્પિનર સ્વપ્નિલ સિંહની એક ઓવરમાં 5 બોલમાં 5 છગ્ગા લગાવ્યા હતા. 60 બોલમાં તેણે 76 રનની ઇનિંગ રમી હતી. જે ઇનિંગમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ બેટ્સમેન સાથે બોલર પણ છે એટલે કે રોયલ ચેલેન્જર્સને પૂરો ફાયદો મળવાનો છે. દૂબે અત્યાર સુધી 11 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ રમી ચૂક્યો છે જેમાં તેણે 63ની એવરેજથી બે સેન્ચુરી લગાવતા 567 રન કર્યા છે. ઉપરાંત 22.00ની એવરેજ સાથે 22 વિકેટ પણ મેળવી છે.

જોકે આજ સવારથી થઇ રહેલી હરાજીમાં રહસ્યમયી રીતે એવા ખેલાડીઓને જેકપોટ લાગી રહ્યો છે જેણે અગાઉ કોઇ મોટું કામ ન કર્યું હોય. પોરબંદરના અને સૌરાષ્ટ્રના ક્રિકેટર જયદેવ ઉનડકટે આઇપીએલની મેચોમાં નિરાશ કર્યા હતા, પણ તેના બેંક બેલેન્સે તેને કોઇ દિવસ નિરાશ નથી કર્યો. એ જોતા તેને 8 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

તો બીજી તરફ આજ રીતે આઠ કરોડ 40 લાખમાં વરૂણ ચક્રવર્તી પણ ખરીદાયો છે. જે જોતા અનુભવી ખેલાડીઓની જગ્યાએ ટીમના માલિકો યુવા બ્રિગેડ પર વધારે ભરોસો કરી રહ્યા છે તે સાફ છે. ચક્રવર્તીને પ્રિટી ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો છે. વરૂણે અત્યાર સુધીમાં A લિસ્ટના 9 મેચો રમ્યા છે. જેમાં તે 22 વિકેટ મેળવવામાં સફળ સાબિત થયો છે.

READ ALSO

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!