GSTV
Finance Trending

LICનો આ પ્લાન બનશે વરદાનરૂપ, દર મહિને મળશે 20 હજાર પેન્શન! જાણો સંપૂર્ણ વિગત

દેશની સૌથી મોટી અને જૂની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) પોતાના ગ્રાહકોને લઈને કેટલીક યોજનાઓ લાવે છે. આવી સ્થિતિમાં, જો તમે નિવૃત્તિને લઈને ચિંતિત છો, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીં અમે તમને એક શાનદાર યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો, બેંક ખાતામાં પૈસા હોવા છતાં, તમે એક જ વિચારમાં પડ્યા છો કે, કાશ કોઈ પેન્શનની વ્યવસ્થા થઈ જાય તો આ ખબર તમારા માટે જ છે.

દર મહિને 20 હજારનું પેન્શન કન્ફર્મ

LIC એક એવી પોલિસી લઈને આવ્યું છે, જેમાં મોટી રકમ જમા કરવાની હોય છે અને તેના બદલામાં દર મહિને 20,000 રૂપિયા પેન્શનની ખાતરી આપવામાં આવે છે. આ પોલિસીની ખાસ વાત એ છે કે આમાં પોલિસી ધારકને પોલિસી લેતી વખતે આખી જીંદગી માટે કેટલું પેન્શન મળશે તેની જાણકારી આપવામાં આવે છે. આ યોજનામાં, તમે તમારા માટે અથવા પરિવારના સભ્ય માટે તરત જ રોકાણ કરી શકો છો.

આ રીતે તમને આજીવન પેન્શન મળશે

જો કે, LIC ગ્રાહકોને અનેક પ્રકારની વીમા યોજનાઓ ઓફર કરતી રહે છે. તેમાંથી LIC પાસે જીવન અક્ષય નામની પોલિસી છે. આમાં, એક એકમ રકમ જમા કરીને જીવનભર પેન્શન મળે છે. આ પોલિસીની ખાસિયત એ છે કે તેમાં પોલિસીધારકને પોલિસી લેતા સમયે જ ખબર પડી જાય છે કે કેટલું પેન્શન આવશે.

જો તમે આ પોલિસીમાં રોકાણ કરવા માંગો છો, તો તમે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા દર મહિને પેન્શન લેવાનું પસંદ કરી શકો છો. આ યોજનામાં અન્ય ઘણા ફાયદાઓ પણ છે. તમે રોકાણ કરો કે તરત જ પોલિસી જારી કરવામાં આવે છે, ત્રણ મહિના પછી તમે તેની સામે લોનની સુવિધાનો લાભ પણ લઈ શકો છો. આમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.

LIC

જાણો બધા વિકલ્પો

આ એક પ્રકારની સિંગલ પ્રીમિયમ નોન-લિંક્ડ નોન-પાર્ટીસિપેટીંગ અને પર્સનલ એન્યુઇટી પોલિસી છે, જેમાં ઓછામાં ઓછું રૂ. 1 લાખનું રોકાણ કરવાનું હોય છે. જો તમે 1 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને વાર્ષિક 12,000 રૂપિયા પેન્શન મળશે. 35 થી 85 વર્ષની વયના લોકો જ્યારે ઈચ્છે ત્યારે પોલિસી લઈ શકે છે. પરિવારના કોઈપણ બે સભ્યો સંયુક્ત વાર્ષિકી પણ લઈ શકે છે. પેન્શન મેળવવા માટે અહીં 10 વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે.

આ રીતે વધુ સારો વિકલ્પ પસંદ કરો

LIC ની જીવન અક્ષય-VII પોલિસીમાં, તમને કુલ 10 વિકલ્પો આપવામાં આવશે. એક વિકલ્પ છે, જેમાં તમને એક પ્રીમિયમ પર દર મહિને 20 હજાર રૂપિયાનું પેન્શન મળે છે. જો તમને દર મહિને આ પેન્શન જોઈએ છે, તો તમારે દર મહિને જ વિકલ્પ પસંદ કરવો પડશે. દર મહિને રૂ. 20,000નું પેન્શન મેળવવા માટે, ચોક્કસ ગણિત મુજબ, તમારે એક જ વારમાં રૂ. 40,72,000નું રોકાણ કરવાની જરૂર છે. તમારું માસિક પેન્શન 20,967 રૂપિયા હશે.

તમારા ભવિષ્યને બનાવો સુરક્ષિત

તે જ સમયે, તમારે તમારૂ આગળનું જીવન વીતાવવા માટે જેટલી પેન્શનની જરૂર છે તે હિસાબથી આપેલા વિકલ્પોમાંથી પોતાના માટે વિકલ્પ પસંદ કરો અને તે જ આધારે જરૂરિયાત મુજબ રકમનું રોકાણ કરશો તો, મોટી પેન્શનનો વિકલ્પ ખુલી જશે.

READ ALSO:

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV