GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

આ તસવીરમાં દેખાતો પથ્થર એટલા માટે છે ફેમસ કે તેને 7 હાથી પણ નહોતા હલાવી શક્યા, આ છે ઇતિહાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની વચ્ચે અનૌપચારિક શિખર બેઠક તમિલનાડુના મહાબલીપુરમમાં થવા જઇ રહી છે. આ એક ઐતિહાસિક શહેર છે. જેને મમલ્લાપુરમ પણ કહેવામાં આવે છે. જે બંગાળી ખાડીના કિનારે વસેલું છે અને તેને ભવ્ય મંદિરો માટે પ્રસિંદ્ધ છે. અંહી જવા મહાબલીપુરમમાં ફરવા માટે કેટલાક સ્થળ જોયા.આ દરમિયાન એક તસવીર લોકો માટે કુતૂહલ બની ગઈ છે જેમાં પીએમ મોદી અને શી જિનપિંગ હાથમાં હાથ રાખીને ઊચો કરી રહ્યાં છે અને પાછળ એક વિશાળકાય પથ્થર છે. જે ખુબ જ ખતરનાક  રીતે આગળ ઝૂકેલો છે. આ પથ્થર પાછળ મોટો ઈતિહાસ છૂપાયેલો છે.

શું છે ઈતિહાસ ?

વાત જાણે એમ છે કે 250 ટનનો આ પથ્થર કૃષ્ણા બટર બોલના નામથી જાણીતો છે. જે છેલ્લા લગભગ 1300 વર્ષથી ભૂકંપ, ત્સુનામી, વાવાજોડા સહિત અનેક પ્રકારની કુદરતી આફતો આવવા છતાં અડીખમ તેના સ્થાને જોવા રહ્યો છે. એટલું જ નહીં આ પથ્થરને હટાવવા માટે ઘણા માનવીય પ્રયત્નો પણ થયા છે પરંતુ નિષ્ફળ રહ્યાં. દુનિયાભરમાંથી લોકો મહાબલીપુરમ પહોંચે છે અને આ પ્રાકૃતિક પથ્થરથી બનેલો કૃષ્ણા બટર બોલ બધા માટે આશ્ચર્યનું કેન્દ્ર બને છે.

કૃષ્ણા બટર બોલ

કૃષ્ણા બટર બોલ અથવા તો વાનિરાઈ કાલ (આકાશના ભગવાનનો પથ્થર) એક પહાડી પર આવેલો છે. 20 ફૂટ ઊંચા અને 5 મીટર પહોળા આ પથ્થરનું વજન લગભગ 250 ટન છે. આ વિશાળકાય પથ્થર પહાડી પર ખુબ જ ઓછી જગ્યામાં અડીખમ ઊભો છે. તેને જોઈને કોઈને પણ એમ જ લાગે કે આ ગમે ત્યારે પડશે. આ જ કારણે જોખમ ઉઠાવનારા લોકો જ તેની નીચે બેસે છે. આ પથ્થર લગભગ 45 ડિગ્રીના ઢાળ પર છેલ્લા 1300 વર્ષથી મહાબલીપુરમમાં અડીખમ છે.

પથ્થર પર ગુરુત્વાકર્ષણ શક્તિ બેઅસર જોવા મળે છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે કાં તો ઈશ્વરે આ પથ્થરને મહાબલીપુરમમાં રાખ્યો હતો, તેઓ સાબિત કરવા માંગતા હતાં કે તેઓ કેટલા શક્તિશાળી છે અથવા તો પછી સ્વર્ગમાંથી આ પથ્થર આવ્યો હતો. આ બાજુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પથ્થર પોતાના પ્રાકૃતિક સ્વરૂપમાં છે. ભૂવૈજ્ઞાનિકોનું માનવું છે કે ધરતીમાં આવેલા પ્રાકૃતિક ફેરફારના કારણે આ પ્રકારના અસમાન્ય આકારના પથ્થરનો જન્મ થયો છે. 

ભગવાન કૃષ્ણનું માખણ

આ બધા વચ્ચે હિન્દુ ધર્મમા એવું પણ  કહે છે કે ભગવાન કૃષ્ણ છાશવારે પોતાની માતાના માટલામાંથી માખણ ચોરી કરતા હતાં અને તે પ્રાકૃતિક પથ્થર હકીકતમાં શ્રીકૃષ્ણ દ્વારા ચોરી કરાયેલા માખણનો ઢગલો છે જે સુકાઈ ગયું છે. કૃષ્ણા બટર બોલ જોઈને એવું લાગે કે તે ગમે ત્યારે પડી શકે છે પરંતુ આ પત્થરને હટાવવા માટે છેલ્લા 1300 વર્ષથી અનેક પ્રયત્નો થયા જે નિષ્ફળ ગયાં. પહેલીવાર સન 630થી 668 વચ્ચે દક્ષિણ ભારત પર શાસન કરનારા પલ્લવ શાસક નરસિંહ વર્મને તેને હટાવવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે આ પથ્થર સ્વર્ગમાંથી પડ્યો છે આથી મૂર્તિકાર તેને સ્પર્શી શકે નહીં. પલ્લવ શાસકનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો.

READ ALSO

Related posts

કોરોના: શહેરની અસરવા કેન્સર હોસ્પિટલની બે નર્સનો રિપોર્ટ પોઝિટિવ, કુલ 110 કર્મચારીઓ આવ્યા ઝપેટમાં

pratik shah

અમદાવાદમાં સતત વધતો કોરોનાનો ગ્રાફ: 291 કેસ, 28ના મોત, આ બે ઝોનમાં ખતરો વધ્યો

Bansari

ચીનને જવાબ આપવા ભારત બધા મોરચે સજ્જ, લદ્દાખમાં ઈમરજન્સી લેન્ડિંગ રોડનું નિર્માણ થયું શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!