રાજ્યની છે બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ત્રણ-ત્રણ બેઠક મળી છે. જોકે, સમગ્ર ગુજરાતની નજર કોંગ્રેસમાંથી પક્ષપલ્ટુ કરી આવેલા આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર હતી. આ બંનેની રાધનપુર અને બાયડમાં હાર થઇ છે.

જોકે ભાજપે જેટલી બેઠકો જીતી તેનાથી ખુશ હોય તેમ ફટાકડા ફોડી ઉત્સવની માફક ઉજવણી કરી છે. ઢોલ નગારા વગાડવામાં આવ્યા છે. આ ઉત્સવને જોઈ એક રીતે તો એવું લાગે છે કે જ્યારે અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસના ઉમેદવાર હોય અને હાર્યા હોય.
શંકર ચૌધરી સિવાય તમામ નેતાઓ હાજર રહ્યા
ભાજપની જીતની ઉજવણીમાં પણ તમામ નેતાઓ હાજર રહ્યાં હતા. શંકર ચૌધરી જેવા નેતા જેમને થરાદ બેઠકની ટિકિટ આપવામાં આવી ન હતી. તેઓ આ ઉજવણીથી અડગા રહ્યા હતા. શંકર ચૌધરી ન જોડાતા અનેક તર્ક વિતર્કો પણ લગાવવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી ચૂંટણી લડવી હતી પણ તે બેઠક પર તેમને ટિકિટ આપવામાં નહોતી આવી. જેના પરિણામ સ્વરૂપ હાલ ભાજપ થરાદની બેઠક હારી ગયું છે.

ભાજપને ત્રણ બેઠક મળી
ગુજરાત વિધાનસભાની 6 બેઠકમાંથી ભાજપને ફાળે ત્રણ બેઠક આવી છે. જ્યારે હાઈપ્રોફાઈલ ગણાતી થરાદ અને રાધનપુર બેઠક પર ભાજપની હાર થઈ છે. જો કે 6માંથી 3 બેઠક પર કમળ ખીલતા કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. ફટાકડાંની ફોડી અને અબીલ ગુલાલ ઉડાવીને ભાજપના કાર્યકર્તાઓએ જીતની ઉજવણી કરી હતી. ભાજપને ફાળે લુણાવાડા, અમરાઈવાડી અને ખેરાલુ બેઠક તો કોંગ્રેસને બાયડ, રાધનપુર અને થરાદ બેઠક મળી છે.
READ ALSO
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી