GSTV

વિચિત્ર / ફ્લેટના આ ફોટોમાં છે એક ઓપન કિચન, નજર સામે હોવા છતાંપણ નહિ શોધી શકો તમે…

Last Updated on October 21, 2021 by Zainul Ansari

જ્યારે પણ કોઈ વ્યક્તિના મગજમા ઘર ખરીદવાનો વિચાર આવે એટલે સૌથી પહેલા તો તે પોતાની મનપસંદ જગ્યા પસંદ કરે અને ત્યારબાદ તે જગ્યામાં કેટલા ઘર વેંચાવ છે તેની તપાસ કરે. આ બધું થઇ જાય એટલે ઘરના 2-3 વિકલ્પ પસંદ કરીને ત્યા રૂબરૂ મુલાકાત કરીને જુએ છે કે, આ ઘરમાં જે સગવડતાઓ તે ઈચ્છે છે તે છે કે નહિ? તમે કહેશો કે, આ બધું તો અમે પણ જાણીએ છીએ એમા નવું શું છે? તમને અહીં આ બધુ અહીં એટલા માટે જણાવી રહ્યા છીએ કે, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, તે આ બધા પ્રશ્નો સાથે જોડાયેલી છે.

આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે બ્રિટનના એક ફ્લેટની છે. આ ફ્લેટ વેંચવા માટે બહાર કાઢ્યો છે પરંતુ, જે કોઈપણ આ ફ્લેટ જોવા માટે આવે તે કન્ફ્યુઝ થઇ જાય છે કે, આ ફ્લેટ ખરીદે કે નહિ કારણકે, આ ફ્લેટમા કિચન છે તો ખરા પરંતુ, કોઈને દેખાતુ નથી. વાસ્તવમા આ ફ્લેટનુ કિચન એવી રીતે ડિઝાઇન કરવામા આવ્યું છે કે, તે છે સૌ કોઈની નજર સામે જ પરંતુ, દેખાય ત્યારે જ જ્યારે તેની જરૂરિયાત પડે. બાકીના સમય તે છુપાયેલું રહે છે.

બ્રિટનમા લંડનના ચેલ્સીમાં કિંગ્સ રોડ પર એક ફુલ્લી ફર્નિશડ ફ્લેટ આવેલો છે, જેનુ ફક્ત સાત જ દિવસનું ભાડું 800 પાઉન્ડ એટલ કઉં 82 હજાર રૂપિયા છે. આ ઘર ફુલ્લી ફર્નિશડ હોવાની સાથે સુરક્ષિત અને સ્ટાઈલિશ પણ છે.આ ફ્લેટની ફોટો તમે જોશો તો તેમાં તમને એક લાઈબ્રેરી દેખાશે પરંતુ, તમને જણાવી દઈએ કે,આ લાઈબ્રેરી એ ફક્ત એક છલાવો છે. જો તમે આ લાઈબ્રેરીના બુક શેલ્ફમાંથી એક લેધરના કવારવાળી બુક ઉઠાવીને જોશો તો તમારા હોંશ ઉડી જશે કારણકે, આ બુકશેલ્ફની પાછળ જ કિચન છુપાયેલું છે.

એપાર્ટમેન્ટના ડિસ્ક્રિપ્શનમા જ આ વાત જણાવવામા આવી છે કે, આ એપાર્ટમેન્ટના રિસેપ્શન એરિયામા એક ઓપન કિચન છે. આ કિચન ખુબ જ ચાલાકીપૂર્વક લોકોની નજરોથી છુપાવવામા આવ્યુ છે. આ સિવાય ફ્લેટમા બિલ્ટ-ઈન સ્ટોરેજ અને એક મોર્ડન બાથરૂમ પણ છે. ખરેખર, આ ઘર જેણે પણ બનાવ્યુ છે ખુબ જ બુદ્ધિશાળી છે.

Read Also

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!