GSTV

આ વ્યક્તિએ અજબ ગજબ કરતબ કરી સર્જયો નવો રેકોર્ડ, જાણશો તો રહી જશો દંગ…

દુનિયામાં એવા અનેક લોકો છે જે અજબ ગજબ કામ કરી અને નવા નવા રેકોર્ડ સર્જે છે. પોતાની આગવી કળા, આવડતને દર્શાવનારા લોકોની મદદ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરે છે. આવી જ એક વ્યક્તિ છે મુંબઈની જેણે પોતાની આગવી આવડતના કારણે લોકોને વિચારતાં કરી દીધા છે. મુંબઈના દિનેશ શિવનાથ ઉપાધ્યાયએ સૌથી ઓછા સમયમાં ટોમેટો કેચઅપ પીવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દિનેશ માત્ર 26 સેકન્ડમાં જ એક કેચઅપની બોટલ ખાલી કરી જાય છે.

ટોમેટો કેચઅપનો ઉપયોગ આમ તો કોઈ વસ્તુનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. કેટલીક વાનગીઓ સાથે કેચઅપ ચટણીની જેમ ખાવામાં આવે છે. પરંતુ આ વ્યક્તિ કોઈ ખાદ્ય સામગ્રી સાથે નહીં પરંતુ એમ જ 500 ગ્રામ કેચઅપ પી શકે છે. દિનેશના કેચઅપની બોટલ ખાલી કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. દિનેશ કેચઅપની બોટલમાં સ્ટો લગાવી 25 સેકન્ડમાં તો બોટલ ખાલી કરી જાય છે, તે કેચઅપને પણ પાણીની જેમ સટાસટ પી જાય છે.

દિનેશના નામે આ એક જ વર્લ્ડ રેકોર્ડ નથી, તેણે આવા અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેને પહેલાથી જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાય તેવી ઈચ્છા હતી.

દિનેશએ કેચઅપ પીવા ઉપરાંત મોંમાં સળગતી મીણબત્તી મુકવા, 1 મિનિટમાં 73 દ્રાક્ષ ખાવાનો, 3 મિનિટમાં અન્ય કરતાં વધારે નારંગીની છાલ ઉતારી અને ખાવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ બધા રેકોર્ડના કારણે તેનું નામ લોકોએ મેક્સીમાઉથ પાડી દીધું છે.

READ ALSO

Related posts

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો VIDEO

Mansi Patel

2GBની જગ્યાએ રોજ 4GB ડેટા, Vi ડબલ ડેટા પ્લાન્સમાં મેળવો 336GB સુધીનો ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!