GSTV
Home » News » માલેગાંવ બેઠક પરથી દિગ્વિજયસિંહને આ વ્યક્તિ આપી શકે છે ટક્કર

માલેગાંવ બેઠક પરથી દિગ્વિજયસિંહને આ વ્યક્તિ આપી શકે છે ટક્કર

Congress leader Digvijay Singh

માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહને ભોપાલ બેઠક પર પડકાર આપી શકે છે. સૂત્રોની મળતી માહિતી મુજબ પ્રજ્ઞા ઠાકુરે દિગ્વિજયસિંહ વિરુદ્ધ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપની ટિકિટ પર પર પ્રજ્ઞા ઠાકુર ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડશે તો ખરાખરીનો જંગ જામશે.

ભોપાલ ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસે ભોપાલ બેઠક પરથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દિગ્વિજયને ચૂંટણી મેદાનમાં ટક્કર આપવાના મૂડાં છે. સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજયસિંહ એકબીજાના અત્યંત વિરોધી માનવામાં આવે છે. દિગ્વિજયસિંહે યુપીએ સરકાર દરમિયાન ભગવા આતંકવાદ મુદ્દો જોશ-શોરથી ઉઠાવ્યો હતો.

READ ALSO

Related posts

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar

બોલિવૂડની આ હિરોઈનનો બોયફ્રેન્ડ સાથે લીપલોક કરતો વીડિયો વાયરલ, જાણો કોણ છે

Nilesh Jethva