GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

હવે Jio- Airtel આવી જશે આમને-સામને, આ ટેક્નોલોજીને લઈને થશે જંગ

મશીનો અને ઇન્ટરનેટ વચ્ચે કમ્યુનિકેશન્સમાં નોંધપાત્ર સુધારો કરતી નવી ટેક્નોલોજી ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ અંગેનું આગામી બેટલગ્રાઉન્ડ હશે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (એનબી-આઇઓટી)ની નેરો બેન્ટ સાથે સંલગ્ન ટેક્નોલોજી નેટવર્કનું વધારે ઊંડું કવરેજ થાય અને સાધનો દ્વારા વીજ વપરાસ ઓછો વપરાય તથા સ્માર્ટ મીટર્સ, ઓટોમોટિવ ટ્રેકિંગ અને યુટિલિઝ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

Reliance jio

રિલાયન્સ જિયોએ ગયા વર્ષે મુંબઈમાં એનબી-આઇઓટી પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. તે આગામી મહિનાઓમાં સમગ્ર ભારતમાં આ ટેક્નોલોજી કોમર્સિયલી રજૂ કરે તેવી સંભાવના છે. જિયોને સૌથી મોટી વ્યૂહાત્મક ફાયદો તે હશે કે તે એકમાત્ર 4જી એલટીઇ અને ઓલ આઇપી નેટવર્ક ધરાવતી કંપની છે.

જિયોના પ્રમુખ મેથ્યુ ઓમેને જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રીય સ્તરે એનબી-આઇઓબીની જરૂરિયાતો કોઈપણ વધારાના સ્પેક્ટ્રમ વગર પૂરી કરી શકીએ છીએ.  ભારતી એરટેલનો દાવો છે કે તેનું અખિલ ભારતીય 4જી નેટવર્ક એનબી-આઇઓટી ટેક્નોલોજી માટે તૈયાર છે. અમારી પાસે આ સેગમેન્ટને સર્વ કરવાની ક્ષમતા છે અ બજારની તકનો આધાર તો કેવી રીતે ઇકોસિસ્ટમ વિકસે છે તથા પરિપક્વ થાય છે.

આ ઉપરાંત અણે આઇઓટી અને એમટુએમ (મશીન-ટુ-મશીન (સર્વિસ અમારા નેટવર્ક પર ઓફર કરી શકીએ છીએ. અમે વર્ષોથી કરોડો ડિવાઇસીસ પર આ સર્વિસિસ અમારા નેટવર્ક દ્વારા ઓફર કરીએ છીએ. વર્તમાન માર્કેટ લીડર વોડાફોને પણ આ માટે તૈયારી આદરી હોવાનું કહેવાય છે.

Read Also

Related posts

વિશ્વાસમતમાં બચી ગઇ મણિપુરની BJP સરકાર, ગુસ્સામાં કોંગ્રેસ ધારાસભ્યોએ ફેંકી ખુરશીઓ

Bansari

સુશાંત સિંહ રાજપુત કેસ: રિયા ચક્રવર્તીનું નવુ ગતકડું, મીડિયા ટ્રાયલ સામે કરી સુપ્રીમમાં અરજી

Bansari

યુએસના બાલ્ટિમોરમાં સર્જાયો ભયાનક ગેસ વિસ્ફોટ, કાટમાળમાં ફસાયા લોકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!