GSTV

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

દેશની સૌથી લોકપ્રિય 20-20 સીઝન એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માર્ચ-2020 મહિનામાં શરૂ થશે. ત્યારે આઈપીએલમાં એક નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. આ સીઝનમાં કન્સક્યુશન સબ્સિટ્યુટ કન્સક્યુશન સબ્સિટ્યુટ નિયમ લાગુ કરવામાં આવશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ માહિતી આપી છે. જેમાં આઈસીસીનાં નવા નિયમ મુજબ જો કોઈ ખેલાડીને બેટિંગ અથવા બોલિંગ દરમિયાન ઈજા થાય છે તો તે મેચની બહાર જઈ શકે છે અને તેના સ્થાન પર કોઈ અન્ય ખેલાડી મેચમાં પ્રવેશ કરી શકશે. જેને કન્કશન રૂલ કહેવામાં આવે છે.

IPLની પહેલા બીસીસીઆઈ વિશ્વનાં ટોચનાં ખેલાડીઓને જોડીને એક ઓલ સ્ટાર્સ મેચનું આયોજન કરશે. આ મેચ ચેરિટી મેચ હશે, ગાંગુલીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે અમે આ સીઝન કન્કશન સબસ્ટીટ્યુટ અને ઓલ સ્ટાર મેચ લઈને આવી રહ્યા છીએ. આ સીઝનની IPLની ફાઈનલ મેચ મુંબઈમાં રમાશે.

READ ALSO

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!