GSTV
Home » News » સાહોમાં પ્રભાસ સાથે 3 મિનિટ નાચવાના અધધધ રૂપિયા લીધા જેક્લીને

સાહોમાં પ્રભાસ સાથે 3 મિનિટ નાચવાના અધધધ રૂપિયા લીધા જેક્લીને

30 ઓગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ સાહોની ફેન્સ બેસબ્રીથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સાહોના રિલીઝ થયેલા એક ગીતમાં પ્રભાસ અને જેક્લીનની જોડી ધૂમ મચાવી રહી છે. આ ગીતને નીતિ મોહન અને બાદશાહે પોતાનો અવાજ આપ્યો છે.

મીડિયા રિપોર્ટની માનવામાં આવે તો ફિલ્મના એક ગીતમાં થોડી મિનિટો માટે હાજરી આપવાના જેક્લીને 2 કરોડ રૂપિયા લીધા છે. ગીતમાં પ્રભાસ અને જેક્લીનની સિજલિંગ કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સાહોના ત્રણ ગીતો સામે આવી ચૂક્યા છે. જેમાં સાઈકો સૈયા અને ઈન્ની સોની બાદ બેડ બોય લોન્ચ કરવામાં આવ્યું છે.

સાહોને અત્યારથી જ વર્ષ 2019ની બિગ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ કહેવામાં આવી રહી છે. ફિલ્મને સુજીત દ્રારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મની મેકિંગ પાછળ 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલ તો પ્રભાસ અને શ્રદ્ધા આ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. જેના માટે સાહોની ગેમ પણ લોન્ચ કરવામાં આવી છે. આ સાથે જ શ્રદ્ધા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યુ કરશે.

શ્રદ્ધા સિવાય પણ સાહોમાં અગણિત બોલિવુડ કલાકરો જોવા મળવાના છે. જેમાં ચંકી પાંડે, મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જૈકી શ્રોફ અને મહેશ માંજરેકરનો સમાવેશ થાય છે. સાહો સામે બોક્સઓફિસ પર કોઈ મોટી ફિલ્મ રિલીઝ નથી થઈ રહી. જેથી ફિલ્મને કમાણી બાબતે પણ પુરો ચાન્સ મળશે તે માનવું રહ્યું.

ઉપરથી હાલમાં જ રિલીઝ થયેલી મિશન મંગલ પાંચ દિવસમાં 100 કરોડની કમાણીનો આંક વટાવી ચૂકી છે. જ્યારે બીજી તરફ બાટલા હાઉસ ધીમી ગતિએ મિશન મંગલને ટક્કર આપી રહી છે. બે અઠવાડિયા જેટલો સમય વિતી ગયો હોવાથી હવે નવું જોવા માટે ઉત્સાહી ઓડિયન્સની નજર સાહો તરફ છે.

READ ALSO

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!