GSTV
Gujarat Government Advertisement

ગાંધીનું નહીં મોદીનું ભારત છે, CAA-NRCના વિરોધીઓનો સફાયો કરી નાખીશું: ભાજપના ધારાસભ્ય

Last Updated on December 26, 2019 by Mayur

દેશભરમાં એનઆરસી(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન) અને સીએએ (નાગરિક સુધારા કાયદા)નો વિરોધ થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ ભાજપના એક ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યંુ છે અને આ વિરોધને વધુ હવા આપવાનો પ્રયાસ કર્યો છે. હરિયાણામાં ભાજપના ધારાસભ્ય લીલા રામ ગુજ્જરે કહ્યું હતું કે જે લોકો નાગરિકતા કાયદો અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે તેઓનો એક કલાકમાં સફાયો કરી નાખવામાં આવશે કેમ કે આ ગાંધીજીનું નહીં પણ નરેન્દ્ર મોદીનું ભારત છે. ભાજપના આ ધારાસભ્યએ અતી ભડકાઉ શબ્દોમાં આ ધમકી આપી હતી જેની ભારે ટીકા થઇ રહી છે.

હરિયાણામાં પોતાના મત વિસ્તારમાં એક સભાને સંબોધતી વેળાએ ભાજપના ધારાસભ્ય લીલારામ ગુજ્જરે કહ્યું હતું કે આજે આ ગાંધીજી કે જવાહરલાલ નેહરુ વાળુ હિંદુસ્તાન નથી, આ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ વાળુ હિંદુસ્તાન છે. જો છુટ મળી ગઇ તો જે લોકો એનઆરસી અને સીએએનો વિરોધ કરી રહ્યા છે તેમનો એક જ કલાકમાં સફાયો કરી નાખવામાં આવશે.


આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને લોકો તેની ભારે ટીકા કરી રહ્યા છે કેમ કે બહુ જ મોટી સંખ્યામાં લગભગ દરેક રાજ્યોમાં મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે અને રેલીઓ કાઢી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપના આ ધારાસભ્યનું નિવેદન અતી ભડકાઉ અને બળતામાં ઘી હોમનારું હોવાનું ગણાવી તેની ટીકા થઇ રહી છે.

એક તરફ દેશમાં કેન્દ્રની ભાજપ સરકાર ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણી કરી રહી છે જ્યારે બીજી તરફ ભાજપના ધારાસભ્ય દેશને આઝાદી અપાવનારા ગાંધીજી અંગે કહે છે કે આ ભારત ગાંધીજીનું નહીં પણ મોદીનું છે. હાલ દેશમાં એનઆરસી અને સીએએના સમર્થનમાં કાર્યક્રમો થઇ રહ્યા છે જેનું આયોજન ભાજપ કરી રહ્યું છે.

આવો જ એક કાર્યક્રમ હરિયાણામાં પણ યોજવામાં આવ્યો હતો. પોતાના મત વિસ્તારમાં સીએએ અને એનઆરસીનું સમર્થન કરતા ભાજપના ધારાસભ્યએ ભડકાઉ નિવેદન આપતા ધમકી આપી હતી કે જે લોકો સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે તેમનો એક કલાકમાં સફાયો કરી દઇશું કેમ કે આ ગાંધીજીનું નહીં પણ મોદીનું ભારત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!