GSTV
News Trending World

દુનિયાભરમાં દિવાળીની ધૂમ: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ખાસ અંદાજમાં ઉજવી દિવાળી, કમલા હૈરિસે આપ્યો આ મેસેજ

દિવાળી

દિવાળીના ખાસ પ્રસંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને શુભેચ્છાઓ પાઠવી છે. આ પ્રસંગે તેઓ દિવાળીની ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા. જો બાઈડને ટ્વિટમાં લખ્યું હતું કે, ‘દિવાળીની રોશની આપણને અંધકારમાંથી જ્ઞાન અને સચ્ચાઈ, વિભાજનમાંથી એકતા, નિરાશામાંથી આશાની યાદ અપાવે છે. અમેરિકા અને સમગ્ર વિશ્વના હિંદુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોને દિવાળીની શુભકામનાઓ.’

બાઈડને દીવો પ્રગટાવતી તસવીર શેર કરી

બાઈડને પોતાના પત્ની જિલ બાઈડન સાથે વ્હાઈટ હાઉસમાં એક દીવો પ્રગટાવતી તસવીર શેર કરી હતી. તે સિવાય બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.

કમલા હૈરિસે પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

અમેરિકી રાષ્ટ્રપતિ કમલા હૈરિસે પણ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં પ્રકાશનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. જોકે આ વખતે દિવાળીનું મહત્વ ખૂબ અલગ છે. આ વર્ષે દિવાળી વિનાશકારી મહામારી વચ્ચે વધુ ગાઢ અર્થ સાથે આવી રહી છે. આ હોલિડે અમને અમારા દેશના સૌથી પવિત્ર મૂલ્યોની યાદ અપાવે છે.

તેમણે કોરોના મહામારીમાં પોતાના લોકોને ગુમાવનારાઓ માટે સંવેદના વ્યક્ત કરી હતી. કમલા હૈરિસે કહ્યું કે, આપણે એ લોકો સાથે ઉભા રહેવું જોઈએ જેણે આ હોનારત દરમિયાન સ્વજનો ગુમાવ્યા છે, દુખના સમયે એકબીજાનો હાથ પકડીને ચાલવું તે જ માણસાઈ છે.

જ્યારે આપણે પાછલા નવેમ્બર અંગે વિચારીએ છીએ તો તેમાં કોઈ શંકા નથી કે, આપણે એક લાંબી સફર ખેડી ચુક્યા છીએઃ બોરિસ જોનસન

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ ભારતમાં સૌને દિવાળી અને બંદી છોર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. જોનસને કહ્યું કે, આપણા સૌના કઠિન સમય બાદ મને આશા છે કે, આ દિવાળી અને બંદી છોર દિવસ વાસ્તવમાં વિશેષ છે. વર્ષનો આ સમય પરિવાર અને મિત્રો સાથે મળવાનો છે. જ્યારે આપણે પાછલા નવેમ્બર અંગે વિચારીએ છીએ તો તેમાં કોઈ શંકા નથી કે, આપણે એક લાંબી સફર ખેડી ચુક્યા છીએ.

Read Also

Related posts

શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ

Drashti Joshi

‘પશ્ચિમ બંગાળમાં દીદીનો સમય પૂરો, 2026માં ભાજપની સરકાર બનશેઃ’ અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડેહાથ

HARSHAD PATEL

પાણી પીવાના કથિત મામલે ગામના લોકોએ દલિત યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત

Kaushal Pancholi
GSTV