પોતાના ભાઈ ગ્રામજનો પર દિપડાએ હુમલો કરતા આ શખ્સે કર્યું આવું, વન વિભાગ પકડી ગઈ

નસવાડીના બાંડી ગામે દિપડા પર ફાયરીંગ કરનાર હિન્દુ રાઠવા નામના શખ્સને વન વિભાગે ઝડપ્યો હતો. પોતાના સગા ભાઈ સહિત ગામના ત્રણ લોકો પર દિપડાએ હુમલો કરતાં ફાયરીંગ કર્યાનું સ્વીકાર્યું હતું. હુમલામાં ગામના એક બાળકનું મોત થયું હતું. બીજા દિવસે વન વિભાગે દિપડાને રેસ્ક્યુ કરીને ઝડપ્યો હતો. રેસ્ક્યુ કરાયાના બીજા દિવસે દીપડાંનું પણ મોત થયું હતું. દિપડાના પીએમ રિપોર્ટમાં ગોળી વાગ્યાની આશંકા સેવાઈ હતી. ફાયરીંગ કરનારે બાર બોર, બે નાળીની બંદૂકથી બે ફાયર કર્યાનો એકરાર કર્યો હતો. ફાયર કરાયેલી બે ગોળીમાંથી એક ગોળી દિપડાને વાગી હોવાનું અનુમાન છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter