આ શખ્સે શહિદોને બિરદાવવા માટે આખુ શરીર વીંધી નાખ્યું, સલામ ઠોકવા જેવું કામ

શરીર પર ટેટુ દોરાવવાનો શોખ તો સૌ કોઈને હોય છે પરંતુ એનું કારણ અને હેતુ દરેકનો અલગ અલગ હોય છે. જેમ કે કોઈ મા, પત્ની, ભાઈ કે પછી ગર્લફ્રેન્ડ માટે કરાવે છે પરંતુ એક એવો શખ્સ છે કે જેણે દેશમાં શહિદ થનારા લોકોનાં નામ લખાવ્યાં છે. જેનુ નામ છે અભિષેક ગૌતમ. અને તેણે શરીર પર 577 જવાનોનાં નામ સહિત 585 ટેટુ દોરાવ્યા છે.

આ કામ પુર્ણ કરવા માટે તેમણે એક અઠવાડિયા સુધી 6-6 કલાક દુખ સહન કર્યું છે. તેની ઉમર 30 વર્ષ છે. તે એક ડિઝાઈનર અને લેખક છે. તે જણાવે છે કે મને એક દિવસ વિચાર આવ્યો કે આપણા સૈનિકો આપણા માટે કેટલું કરે છે અને છતા પણ તે પથ્થરો અને ગાળો ખાય છે. એટલે મને લાગ્યું કે આનાથી મોટી શ્રદ્ધાંજલી બીજી કંઈ હોય શકે.

અભિષેકે સતત 8 દિવસ સુધી 6 કલાક સ્ટુડિયોમાં બેસીને આ ટેટુ દોરાવ્યાં છે. વચ્ચે તાવ પણ આવી ગયો હતો, છતા પણ કામ બંધ ન રાખ્યું અને આખરે 577 શહિદોનાં નામ અને સાથે સાથે ચિત્ર, ઈંડિયા ગેટ પણ દોરાવ્યાં છે.

તેમનુ વતન ઉતર પ્રદેશનું હાડપૂડ છે. તેમજ તેમણે શહિદોનાં પરિવાર સાથે મુલાકાત પણ કરી છે. ખુણે ખુણે જઈને પરિવારને મળે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter