GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ના હોય… આવું કેવું? આ ભાઈ ટ્વીટર પર પોતાને ફોલો કરવાના આપે છે કરોડો રૂપિયા, જાણીને નહીં આવે વિશ્વાસ

જાપાનના એક શખ્સ દ્વારા લોકોને કરોડો રૂપિયા મુફતમાં વહેચવાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. અરબપતિ અને ફેશન કંપનીના માલિક યુસાકુ મીઝાવા ટ્વિટર પર તેને ફોલો કરનાર લોકોને 90 લાખ ડોલરની રકમ વહેચવા જઈ રહ્યા છે. તેમણે એક સામાજિક પ્રયોગ જણાવ્યો જે જણાવશે કે શું સાચે જ પૈસાથી લોકોની ખુશી વધી જાય છે. મીજાવા પોતાના ફોલોઅરમાંથી 1000 લોકોને આ પ્રયોગ માટે પસંદ કરશે.

યુસાકુ મીજાવા પસંદ કરેલા ફોલોઅરને જાપાની મુદ્દામાં 10 લાખ યેન (એટલે 9000 ડોલર)ની રકમ આપશે. તે માટે તેમણે 1 જાન્યુઆરીએ એક ટ્વીટ કર્યું હતું અને તેને રિટ્વિટ કરનાર હજાર લોકોને જ આ રકમ મળશે. અરબપતિ વેપારી એ જાણવા માંગે છે કે આ પૈસાના ઈનામથી દરેકના જીવન પર કેવી અને શું અસર પડે છે. તેની જાણ તે નિયમિત અમુક સમય અંતરે સર્વે દ્વારા લગાવશે. યુટ્યુબર ચેનલ પર પોસ્ટ એક વીડિયોમાં મીજાવાએ તેને ગંભીર સામાજીક પ્રયોગ જણાવતા આશા દર્શાવી કે તેમાં એકેડેમિક વિશેષજ્ઞ અને અર્થશાસ્ત્રી પણ રસ લે. તે તેને બેસિક ઈનકમ આઈડિયા સાથે જોડીને જોશે.

તેના પર જાપાની વરિષ્ઠ અર્થશાસ્ત્રી તોષીહીરો નાગાહામાએ જણાવ્યું, ‘બેસિક ઈનકમનો અર્થ નિયમિત ન્યુનતમ રાશિ છે જે સુરક્ષાની ભાવના આપે પરંતુ જે મિજાવા આપી રહ્યા છે તે બિલકુલ અલગ છે.’ યુસાકુ મીજવા એજ શખ્સ છે જે ઈયોન મસ્કના સ્પેસ-એક્સ વિમાનમાં બેસીને ચંદ્રમાના ચક્કર લગાવનાર દુનિયાના પહેલા ખાનગી યાત્રી હશે. કલાકૃતિઓ અને સ્પોર્ટ્સ કારો પર તે સૌથી વધુ ખર્ચ કરે છે.

43 વર્ષીય મીજાવાએ અભિનેત્રી ગર્લફ્રેન્ડથી અલગ થઈ સોશિયલ મીડિયા પર ભાવનાઓ પ્રગટ કરી ટ્વિટર પર 70 લાખ ફોલોઅર બનાવ્યા હતા. માજાવાની ખાનગી સંપત્તી લગભગ 2 અરબ ડોલર છે. તેમણે જણાવ્યું કે મારી પાસે પૈસા અને પૈસા વહેચવા માટે સમય છે. હું માનું છું કે બેસિક ઈનકમની પરિકલ્પના નાગરિકોને વગર કોઈ કામે અવેજમાં એક નિશ્ચત રકમ આપવાની હોવી જોઈએ. માટે પોતાના પ્રયોગને હું બેસિક ઈનકમ આઈડિયાથી જોડીને જોવું છું.

Read Also

Related posts

એનસીપી નેતા રેશમા પટેલને પાર્ટીમાં મળી આ નવી જવાબદારી

Nilesh Jethva

ATMની ટેકનોલોજી બદલવા RBIના આદેશોને ઘોળીને પી જતી બેંકો, માત્ર 2 બેન્કોના ATM સેફ

Dilip Patel

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર મળી રહે તે માટે કામ કરે છે આ મહિલા સ્પેશિયલ ટીમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!