GSTV

કોઈ નથી જાણતું પણ આ મંદિરની કોપી છે દેશનું સંસદ ભવન, આજે કોઈ ભાવ નથી પૂછી રહ્યું

ભારત મંદિરોનો દેશ છે. આપણે એવા લોકો છીએ જે મૂર્તિ પૂજામાં વિશ્વાસ કરે છે. આપણે માનીએ છીએ કે ખુદ ઈશ્વરે ભારતની આ પવિત્ર ભૂમિ પર અવતાર લીધો છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં તંત્રનું ઘણું મહત્વ છે. આજે, અમે તમને એક એવા મંદિર વિશે જણાવીએ, જે સંત્ર વિદ્યાની યુનિવર્સિટી તરીકે જાણીતુ છે અને સાથે જ દેશનું સંસદ ભવન પણ તેની રચનાથી પ્રભાવિત થઈને બનાવવામાં આવ્યું છે.

નાના-મોટા દરેક નેતાનું સપનું હોય છે કે તે સંસદ (Parliament) સુધી પહોંચે કારણ કે તેને રાજકારણનું મંદિર કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે કે સંસદ ભવનનું નિર્માણ એક મંદિરના આધારે કરવામાં આવ્યું છે. અથવા તો એવું કહી શકાય કે સંસદ ભવન એક મંદિરની કૉપી છે. સંસદ ભવન દેખાવમાં બિલકુલ આ જ મંદિર જેવુ છે પરંતુ આજે આ મંદિર ગુમનામ થઇ ગયું છે અને કોઇ સરકાર કે નેતાને આ મંદિરની જાળવણી લેવાની દરકાર નથી.

જે મંદિરની અમે વાત કરી રહ્યાં છીએ તે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં સ્થિત છે જેનું નામ ચૌસઠ યોગિની મંદિર છે. આ મંદિરના આધારે સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે આ મંદિર સુધી પહોંચવા માટે બિસ્માર હાલતમાં હોય તેવા રસ્તાઓનો સહારો લેવો પડે છે અને તમારી હાલત ખરાબ થઇ જાય છે. આ મંદિરની યોગ્ય રીતે જાળવણી કરવામાં નથી આવતી. આ મંદિરને ઐતિહાસિક સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે તેમ છતાં દેશના કોઇ નેતા કે સરકારને તેની દરકાર નથી.

મહત્વનું છે કે જ્યારે મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહની સરકાર હતી ત્યારે પણ આ મંદિરની ઉપેક્ષા કરવામાં આવી હતી અને હવે કમલનાથ સરકારમાં પણ આ મંદિર અવગણનાનો ભોગ બન્યું છે. સાથે જ આ મંદિરની હાલત ખરાબ થતી જઇ રહી છે.

જણાવી દઇએ કે આ મંદિરનું નિર્માણ ક્ષત્રિય રાજાઓએ 1323માં કરાવ્યું હતું. આ મંદિરનું નિર્માણ વૃત્તિય ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે અને તેમાં 64 ખંડ છે. આ મંદિરના દરેક ખંડમાં એક શિવલિંગ સ્થાપિત છે સાથે જ તેના ગર્ભગૃહમાં એક મોટુ શિવલિંગ સ્થિત છે. આ મંદિર 101 સ્તંભો પર ટકેલુ છે.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!