GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

આશાબેન પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામાના પાછળ આ નેતાની દાદાગીરી છે જવાબદાર

મહેસાણા કોંગ્રેસમાં ચાલતો આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જૂથવાદને કારણે જ પહેલા જીવાભાઇ પટેલ અને હવે આશા પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. પરિણામે હવે મહેસાણા બેઠકના સમીકરણો બદલાયા છે. ફક્ત આશા પટલેના રાજીનામાને કારણે કોંગ્રેસમાં બધું ઠીક થઇ જશે તેવી કોઇ શક્યતા હાલ તો દેખાતી નથી. રાજકીય વર્તુળોના જણાવ્યા મુજબ જૂથવાદને કારણે કોંગ્રેસમાંથી હજુ પણ અનેક રાજીનામાં પડી શકે છે.

મહેસાણા જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. કીર્તિસિંહ ઝાલાની દાદાગીરીના કારણે ધારાસભ્ય આશા પટેલે હાથનો સાથ છોડી દેતાં મહેસાણાનું રાજકારણ ગરમાયું છે. આશા પટેલે આપેલા રાજીનામાના પડઘા છેક દિલ્હી હાઇકમાન્ડ સુધી પડ્યા છે. પરિણામે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના ખાસ મનાતા એવા કીર્તિસિંહ ઝાલાને ઉત્તર ગુજરાતના રાજકારણમાંથી હટાવી દેવાયા છે. જો કે સમગ્ર મામલે કીર્તિસિંહનું કંઇક અલગ જ કહેવું છે.

મહેસાણામાં વાત ફક્ત કીર્તિસિંહ ઝાલાના વિરોધ પૂરતી સિમિત નથી. પ્રદેશ નેતાગીરીથી કંટાળીને આશા પટેલની જેમ મહેસાણાના વધુ કેટલાક ટોચના નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી માહિતી સુત્રો પાસેથી જાણવા મળી રહી છે. કોંગ્રેસમાં કકળાટ એ હદે વધી ગયો છે કે 14 ફેબ્રુઆરીએ યોજાનારી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સભાનું સ્થળ બદલવાની પણ નોબત આવી છે.

આશા પટેલ પહેલા જીવાભાઇ પટેલ પણ જૂથવાદથી કંટાળીને કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂક્યા છે. જો કે આશા પટેલના રાજીનામાંથી સફાળી જાગેલી કોંગ્રેસે મહેસાણામાં ડેમેજ કંટ્રોલ માટે કવાયત તો શરૂ કરી છે. પરંતુ સ્થાનિક નેતાઓનો જૂથવાદ અને અસંતોષ ઘટવાને બદલે વધી રહ્યો છે.

Read Also

Related posts

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

સુરતના સચીન વિસ્તારમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!