પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે નાગરિકતા સંશોધન કાયદા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે..તેઓએ કહ્યુ છે કે, મોદી પોતાની અનુકુળતા પ્રમાણે 5 ટીકાકારોને પસંદ કરે અને તેમની સાથે ટીવી પર સવાલ-જવાબ કાર્યક્રમમાં ભાગ લે, જેથી લોકોને કાયદા વિશે પોતાનો અભિપ્રાય આપવામાં મદદ મળી શકે. ચિદમ્બરમે આ સુચનનો તેઓ યોગ્ય જવાબ આપશે. તેવી આશા પણ વ્યકત કરી છે.

ચિદમ્બરમના મતે ભલે પીએમ મોદી કહે છે કે CAAથી લોકોને નાગરિકતા મળશે, છીનવાશે નહિ. જ્યારે મોટાભાગના લોકો માને છે કે CAA ઘણા લોકોની નાગરિકતા છીનવી લેશે. વડાપ્રધાન સ્ટેજ પરથી બોલે છે, સવાલો સાથે તેમને કોઈ લેવાદેવા નથી. અમે ઈચ્છીએ છે કે મીડિયા દ્વારા તે સવાલોના જવાબ આપે.ચિદમ્બરમે ટ્વિટ કરતા લખ્યુ કે મોદી ટીકાઓ પર વાત કરતા નથી.

તેની પર વાત કરવાની તે કોઈ તક પણ આપતા નથી. તેમની સાથે વાત કરવાની સાચી રીત એ જ છે કે તે પોતાની પસંદગીના 5 ટીકાકારો પસંદ કરી લે અને ટીવી પર તેમના સવાલના જવાબ આપે. તેને સંભાળીને લોકોને CAA વિશે પોતાનો મત આપવાનો ખ્યાલ આવશે.
READ ALSO
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
- ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો