GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

આ વાનરને લોકો માને છે સાક્ષાત બજરંગબલી, આશીર્વાદ લેવા લોકો કરે છે પડાપડી

આપણે મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરીને તેમ જ તેમની મૂર્તિના દર્શન કરીને આશીર્વાદ લેતાં હોઈએ છીએ. પરંતુ અહીં એક વાયરલ વીડિયોની છે જેમાં એક વાનરને લોકો સાક્ષાત બજરંગબલીનું સ્વરૂપ માને છે અને તેના આશીર્વાદ લેવા પડાપડી કરે છે.

લોકોનું માનીએ તો આ વાનર જ્યાં જાય છે ત્યાં લોકો તેના દર્શન કરવા આવી જાય છે. અને મજાની વાત તો એ છે કે વાનર પણ તેની પાસે આશીર્વાદ લેવા આવતા દરેકના માથે હાથ મૂકીને આશીર્વાદ આપતો દેખાય છે.

આ વીડિયો કઈ જગ્યાનો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ આ વીડિયો ફેસબુકના પાનગઢ અપડેટ નામના પેજ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. પાનગઢ વિશે સર્ચ કરતા માલૂમ પડે છે કે આ જગ્યા પશ્ચિમ બંગાળમાં આવેલી છે. પરંતુ જગ્યા વિશે વધુ માહિતી સાંપડી નથી. આ વીડિયો 7 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. જ્યારે 40 હજારથી વધુ લોકોએ શૅર કર્યો છે.

વાનરના શરીરમાં બજરંગબલી હોય કે ન હોય પરંતુ એક વાત ચોક્કસ છે કે આ પ્રાણીઓમાં પણ માણસોની જેમ સંવેદના હોય છે અને તેમના માટે સ્નેહ હોય છે.

Related posts

કોરોનાના ડરથી ઘરમાં એસી કે કૂલર ચલાવતાં લાગે છે ડર તો આ રીતે ઘરને રાખો ઠંડુ

Nilesh Jethva

હવે આ રાજ્યમાં દારૂના વધી જશે ભાવ : સરકારે કોરોના સેસ લગાવ્યો

Nilesh Jethva

પ્રકાશ જાવડેકરની જાહેરાત પર કિસાન કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!