ગુજરાતીઓને સૌથી વધારે ડર લાગે છે એ કેન્સર 100 ટકા મટી જશે, આ કંપનીનો દાવો

દુનિયામાં કેન્સરની બિમારી ઝડપથી ફેલાઈ રહી છે. દર વર્ષે કેન્સરનાં અંદાજીત 2 કરોડ કેસ નોંધાય રહ્યા છે. ક્રિકેટરો,ફિલ્મી સિતારા સહિતની અનેક હસ્તીઓ આ બિમારી સામે જંગ લડી ચુક્યા છે. માત્ર સેલિબ્રીટી જ નહિં આપણી આસપાસનાં અનેક લોકો પણ આ ગંભીર બિમારીનો શિકાર બન્યા હોય છે. આ બધુ નિહાળતા આપણે વિચારી શકીએ છે કે આ બિમારી કેટલી ઝડપે ફેલાઈ રહી છે. આ બધી વાતો વચ્ચે કેન્સર સબંધિત એક સારા સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2020 સુધી એટલે કે આવનારા એક વર્ષમાં કેન્સર જેવી પ્રાણ ઘાતક બિમારીનો ઇલાજ 100 ટકા સંભવ છે. ઇઝરાયેલની એક બાયોટેક કંપનીએ આ દાવો કાર્યો છે.

બાયોટેક કંપની AEBiનો દાવો

મેડિકલ ક્ષેત્રમાં કેન્સરની બિમારી માટે અનેક પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. પરંતુ કોઈપણ સારવાર આ બિમારીને 100 ટકા નાબૂદ કરવાનો દાવો કરી શકે નહિ. ઇઝરાયેલી કંપની એક્સિલેરેટેજ ઇવોલ્યુશન બાયોટેક્નોલોજી લિમિટેડે કેન્સર નાબુદ કરવાનો દાવો કર્યો છે. આ કંપનીની સ્થાપના 2000માં ITEK વિઝમન ટેક્નોલોજી ઇન્ક્યૂબેટરે કરી છે.જે કેન્સર જેવી ઘાતક બિમારીને સંપૂર્ણ ઠિક કરે છે.

પહેલા દિવસથી જ દવા અસર કરશે

AEBiનાં મેનેજીંગ ડિરેક્ટરે એક સાક્ષાત્કારમાં કહ્યું હતું કે, અમારા દ્વારા બનાવાયેલી કેન્સરની દવા પહેલા દિવસથી જ અસર કરશે. જેની અસર અમુક અઠવાડિયા સુધી ચાલશે. જેના લીધે દર્દી એકદમ સ્વસ્થ થઈ જશે. કંપની વડાએ દાવો કર્યો છે કે આ દવાનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસર નહિ થાય. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે કેન્સરની દવા માટે તેમની કંપની જે દવા બનાવી રહી છે તે અન્ય દવાઓ કરતા એકદમ સસ્તું હશે.

કેન્સરનાં રિસેપ્ટર પર સીધો હુમલો કરશે દવા -MuTaTo

બાયોટેક કંપનીએ જે દવા બનાવી છે તેને MuTaTo નામ અપાયું છે.જેનો મતલબ મલ્ટી ટાર્ગેટ ટોક્સિન છે.જે SoAP ટેક્નોલોજી પર આધારિત છે. આ કંપનીનાં સીઈઓ ડો.ઇલૈન મોરાદે જણાંવ્યું કે, હાલ બજારમાં ઉપલબ્ધ કેન્સરની દવાઓ કેમ અસર કરતી નથી. કેન્સર સામેની ટ્રીટમેન્ટને સંપૂર્ણ રીતે કેમ અસર કરતી નથી. ત્યાર બાદ અમે કેન્સર સામે લડવા માટે અસરકારક દવા શોધવાની દિશામાં કામ કર્યુ. કેન્સરની દવા વધારે પડતી કેન્સરનાં સેલને ટાર્ગેટ બનાવે છે. જ્યારે MuTaTo દવા કેન્સર સેલનાં રિસેપ્ટર પર ત્રણ તરફથી હુમલો કરે છે.

દર વર્ષે કેન્સરનાં કરોડો કેસ નોંધાઈ રહ્યા છે!

કંપનીનો દાવો છે કે તેમની આ દવાનો માઉસ પર સફળ પ્રયોગ કર્યો છે.જ્યારે હવે માણસ પર આ દવાનો ઉપયોગ કરાશે. ત્યારબાદ કેન્સરની આ દવા આવતા વર્ષે 2020માં માર્કેટમાં મળશે. તમને જાણીને નવાઈ થશે કે દર વર્ષે કેન્સરનાં 1 કરોડ 80 લાખ કેસો સામે આવી રહ્યા છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter