GSTV
Home » News » CRPFને બચાવતો આ છે વિદેશી સૈનિક, ગણતરીની મિનિટોમાં શોધી લે છે વિસ્ફોટકો

CRPFને બચાવતો આ છે વિદેશી સૈનિક, ગણતરીની મિનિટોમાં શોધી લે છે વિસ્ફોટકો

પુલવામામાં આતંકવાદીઓએ CRPFના કાફલા પર નવી રીતે આત્મઘાતી હુમલો કર્યો હતો. આ પ્રકારના હુમલા બાદ સુરક્ષા દળોએ તેની રણનીતિ નવેસરથી ઘડવી પડશે. ખાસ કરીને CRPF પોતાના જવાનોની સુરક્ષા માટે વિદેશી સૈનિકની પણ મદદ લઈ શકે છે. જમ્મુ કાશ્મીરમાં CRPF નો આ વિદેશી સૈનિક ગણતરીની મિનિટોમાં વિસ્ફટકો શોધી લે છે. અને હુમલા પહેલા જ એલર્ટ કરી દે છે. કોણ છે આ વિદેશી સૈનિક આવો જોઈએ.

આ વિદેશી સૈનિક વાકોસ આઈઈડી–આરડીએક્સ શોધવામાં એક્સપર્ટ છે. વાકોસ મૂળ બેલ્જિયમનો છે. એટલે તેને બેલ્જિયન શેપર્ડ પણ કહેવાય છે. વાકોસને બેંગાલુરુના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેઈન કરવામાં આવ્યો છે. અહીં તેને આઈઈડી અને આરડીએક્સ જેવા વિસ્ફોટકોને ઓળખી કાઢવાની ટ્રેનિંગ અપાય છે.

છત્તીસગઢના સુકમા, બીજાપુર ઉપરાંત મહારાષ્ટ્રના ગઢચિરોલી સહિતના તમામ સ્થળોએ નક્સલીઓ વાકોસથી પરેશાન છે. વાકોસે નક્સલીઓએ બીછાવેલા અનેક વિસ્ફોટકો શોધ્યા છે. એટલે જ હવે વાકોસને CRPF ના કાફલામાં સામેલ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે.

CRPFના પ્રવક્તાના જણાવ્યા મુજબ વાકોસ 200થી વધુ મોટા હુમલા નિષ્ફળ કરી ચૂક્યો છે. CRPFમાં તેને વાકોસ ઉપરાંત વાલા, વાલીસા, ક્રેસ્ટ ડ્રોન સહિતના નામે બોલાવાય છે. આમ તો 358 બેલ્જિયન શેપર્ડ દેશભરમાં CRPF સામે કામ કરે છે. જ્યારે કે 253 ડોગ બેંગાલુરુના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. અહીં તેમને 10 મહિનાની આકરી ટ્રેનિંગ અપાય છે.
ટ્રેનિંગ બાદ તે CRPFના જવાનો સાથે માર્ગ અને જંગલમાં પેટ્રોલિંગ કરે છે. આઈઈડી અને આરડીએક્સ શોધે છે. બિલ્ડિંગમાં સંતાયેલા દુશ્મનોની ખોજ કરે છે. સાથે દુશ્મન પર હુમલો પણ કરે છે.

એક બેલ્જિયન શેપર્ડની ઉંમર 10થી 14 વર્ષની હોય છે. મેલ શેપર્ડની હાઈટ 60થી 66 સેન્ટીમીટર અને વજન 25થી 30 કિલો. જ્યારે કે ફિમેલ શેપર્ડની હાઈટ 56થી 61 સેન્ટીમીટર અને વજન 20 થી 25 કિલો હોય છે. બેલ્જિયન શેપર્ડ સળંગ 25થી 30 કિલોમીટર ચાલી શકે છે. અને તે દરમ્યાન ડોક ફેરવ્યા વિના 270 ડિગ્રી સુધી જોઈ શકે છે. અન્ય ડોગ્સની સરખામણીએ તેનામાં સુંઘવાની શક્તિ વધુ હોય છે. એક ડોગની કિંમત 75 હજારથી એક લાખ રૂપિયા સુધી હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે વિસ્ફોટકો ક્યાં છે તે ભસીને કહેવાને બદલે ઈશારામાં માહિતી આપે છે.

દેશમાં CRPF અને ITBP એ પહેલીવાર 2011માં તેને ખરીદ્યો હતો. જ્યારે કે 2014માં NSG એ પણ તેને ટીમમાં સામેલ કર્યો. બેલ્જિયન શેપર્ડની કાબેલિયતને જોતા એસએસબી અને કર્ણાટક પોલીસે પણ તેને ટીમમાં સામેલ કર્યો છે.

બેલ્જિયન શેપર્ડ અમેરિકન સેનામાં પણ ફરજ બજાવે છે. એટલું જ નહીં, લાદેનને મારનારી ટીમમાં પણ તે સામેલ હતો. વ્હાઈટ હાઉસની સુરક્ષામાં પણ તેને તૈનાત કરાયો છે. એકવાર તેણે વ્હાઈટ હાઉસમાં ઘુસેલા શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો.

Related posts

Viral: રખડતા ઢોરે વ્યક્તિને એવો શિંગડે ભરાવ્યો કે ધોળે દિવસે તારા દેખાઇ ગયાં

Bansari

નેશંસ કપ: જુનિયર મહિલા બોક્સરોએ ચાર ગોલ્ડ સહિત 12 મેડલ જીત્યા

Path Shah

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!