GSTV
Home » News » પ્રિયંકાએ સગાઈની વાત ના કરતાં તેની ખાસ ફ્રેન્ડ કંગના રનૌત થઇ નારાજ, જાણો શું કહ્યું?

પ્રિયંકાએ સગાઈની વાત ના કરતાં તેની ખાસ ફ્રેન્ડ કંગના રનૌત થઇ નારાજ, જાણો શું કહ્યું?

મુંબઇઃ સલમાન ખાનની ફિલ્મ ભારત છોડ્યા બાદથી પ્રિયંકા ચોપડા ચર્ચામાં છવાઇ ગઇ છે. વળી, ચર્ચા છે કે તેને બૉયફ્રેન્ડ નિક જોનસ સાથે સગાઇ કરી લીધી છે. આ રિપોર્ટ્સ હવે મીડિયા અને સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યા છે, જેથી હવે તેની ખાસ ફ્રેન્ડ કંગના રનૌત નારાજ થઇ ગઇ છે.

રિપોર્ટ્સનું માનીએ તો કંગનાને જ્યારે પ્રિયંકાના એન્ગેજમેન્ટ વિશે પુછવામાં આવ્યું તો તે હેરાન પરેશાન થઇ ગઇ હતી. તેને કહ્યું કે, જો સમાચાર સાચા હશે તો તે નારાજ છે કેમકે આ સમાચાર પ્રિયંકાએ તેને કેમ ના કહ્યાં. આમ તો બન્નેની મિત્રતા જોતા કંગનાની નારાજગી યોગ્ય છે.

પ્રિયંકા સલમાન ખાનની ફિલ્મ ભારતમાં લીડ એક્ટ્રેસની ભૂમિકામાં હતી, જોકે હવે પ્રિયંકાએ ડાયરેક્ટરને આ વાતની ના પાડી દીધી છે. અને ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે ટ્વીટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમને ટ્વીટ કર્યું હતું કે, કે, પ્રિયંકા હવે ફિલ્મનો ભાગ નથી.

ફિલ્મ ભારત છોડ્યા બાદ મીડિયામાં પ્રિયંકા અને નિકની સગાઇની વાત ચચૅા થઇ હતી, કહેવાઇ રહ્યું છે કે બન્નેએ લંડનમાં સગાઇ કરી લીધી છે. જોકે હજુ સુધી આ વાતની સ્પષ્ટતા થઇ શકી નથી બન્નેએ સગાઇ કરી લીધી છે કે નહીં.

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!