GSTV

અજબ-ગજબ/ આ છે દુનિયાનું સૌથી મોંઘુ લાકડુ, એક કિલોની કિંમતમાં તો આવી જશે કેટલાંય તોલા સોનુ

લાકડુ

Last Updated on July 21, 2021 by Bansari

આ દુનિયામાં કેટલીક સાધારણ દેખાતી વસ્તુઓ ઘણીવાર એટલી મોંઘી હોય છે જેની કિંમત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. તેનું કારણ છે કે આ વસ્તુ દુર્લભ છે. આમ તો આપણા ત્યાં ચંદનના લાકડા મોંઘા માનવામાં આવે છે, જેની કિંમત પાંચથી છ હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી હોય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એક એવુ લાકડુ પણ છે, જે ચંદનના લાકડાની કિંમત કરતા અનેક ગણુ મોંઘુ છે. તેને ખરીદતા પહેલા મોટા મોટા ધનાઢ્યો પણ 10 વાર વિચારશો.

લાકડુ

લાકડાની કિંમત છે લાખોમાં

અમે જે લાકડાની વાત કરી રહ્યાં છીએ તેનુ નામ છે આફ્રીકન બ્લેડવુડ. આ લાકડાને ધરતી પર રહેલી સૌથી મૂલ્યવાન સામગ્રીઓમાંથી એક માનવામાં આવે છે. જો તેની કિંમતની વાત કરીએ તો એક કિલોગ્રામની કિંમત 8 હજાર પાઉન્ડ એટલે કે 7 લાખ રૂપિયાથી વધુ હોય છે. આ લાકડાની કિંમતથી તમે એક શાનદાર લગ્ઝરી કાર સરળતાથી ખરીદી શકો છો.

આ કારણે છે દુર્લભ

આફ્રીકન બ્લેકવુડના વૃક્ષ સેનેગલ પૂર્વથી ઇરિટ્રિયા સુધી આફ્રિકાના શુષ્ક પ્રદેશો અને દક્ષિણ આફ્રિકાના ઉત્તર-પૂર્વીય ભાગોમાં મળે છે. તેની ઉંચાઇ લગભગ 25થી 40 ફૂટ હોય છે. આ શુષ્ક સ્થળો પર જ મોટાભાગે મળે છે.

લાકડુ

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આફ્રિકન બ્લેકવુડને યોગ્ય રીતે તૈયાર થવામાં 60 વર્ષનો સમય લાગે છે. પરંતુ આ પ્રકારની મોંઘી વસ્તુઓની ગેરકાયદેસર તસ્કરી એક મોટો ચિંતાનો વિષય છે. તસ્કર લાલચમાં તેને સમય પહેલા જ કાપી નાંખે છે, જેથી આ વૃક્ષ ખૂબ જ દુર્લભ બની ગયા છે. રિપોર્ટ્સ અનુસાર કેન્યા, તાંઝાનિયા વગેરે દેશોમાં આફ્રિકન બ્લેકવુડ લાકડાની મોટા પ્રમાણમાં તસ્કરી થાય છે.

આફ્રિકન બ્લેકવુડનું લાકડુ મોટાભાગે શહેનાઇ, વાંસળી અને ગિટાર જેવા સંગીતના વાદ્યયંત્ર બનાવવાના કામમાં આવે છે. આ ઉપરાંત આ લાકડાથી મજબૂત અને ટકાઉ ફર્નિચર પણ બનાવવામાં આવે છે. પરંતુ તે ઘણા મોંઘા હોય છે. એટલે મોંઘા કે તેને ખરીદવુ સામાન્ય લોકોના ગજાની વાત નથી.

Read Also

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!