આ છે દુનિયાનો સૌથી પાતળો સ્માર્ટફોન, વજન ફક્ત 47 ગ્રામ

જાપાનની એક ટેલીકોમ કંપની NTT Docomoએ દુનિયાનો સૌથી પાતળો અને ઓછા વજનવાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ Kyocera KY-01L છે, જેની સાઈઝ એક ક્રેડિટ કાર્ડ સમાન છે. આ ફોનમાં 4જી એલટીઈને સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. Kyocera KY-01Lમાં 2.8 ઈંચની ડિસ્પ્લે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પામ ફોન લોન્ચ થયો છે, જેમાં 3.3 ઈંચની ડિસ્પ્લે છે. Kyocera KY-01Lની કિંમતની વાત કરીએ તો તેની કિંમત JPY 32,000 એટલેકે લગભગ 20,900 રૂપિયા છે. આ ફોન ફક્ત ઈન્ક બ્લેક કલર વેરિએન્ટમાં મળશે.

Kyocera KY-01Lની સ્પેસિફિકેશન

આ ફોનમાં 2.8 ઈંચની ડિસ્પ્લે છે. આ સિવાય તેમાં 380mAhની બેટરી છે અને તેનું વજન ફક્ત 47 ગ્રામ છે. આ ફોન  વોટરપ્રુફ પણ છે. આ ફોનમાં તમને ડાયલર, કૉન્ટેક્ટ, મેસેજ, ઘડિયાળ, કેલ્ક્યુલેટર, બ્રાઉઝર અને કેલેન્ડર જેવા એપ પણ મળશે.

અહીં જણાવવાનું કે હાલમાં જ પામ ફોન લોન્ચ થયો છે, જેમાં 3.3 ઈંચની ડિસ્પ્લે છે. પામ ફોનની કિંમત 350 યૂએસ ડૉલર એટલેકે લગભગ 25,800 રૂપિયા છે. જેનું વેચાણ અમેરિકામાં નવેમ્બરથી વેરિઝૉન દ્વારા થશે. પામ ફોનમાં સિંગલ સિમ સ્લૉટ, એન્ડ્રૉઈડ ઓરિયો 8.1, ફ્રન્ટ અને બેક પેનલ પર કૉર્નિગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન, ક્વૉલકૉમનું સ્નેપડ્રેગન 450 ઑક્ટાકોર પ્રોસેસર, 3 જીબી રેમ અને 32 જીબીની સ્ટોરેજ છે.

પામ ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં 12 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. રિયર કેમેરાની સાથે ફ્લેશ લાઈટ મળશે. આ સિવાય ફોનમાં 800mAhની બેટરી આપવામાં આવી છે. સાથે જ તેમાં 4G LTE, બ્લૂટૂથ v4.2, વાઈ-ફાઈ, જીપીએસ અને યૂએસબી ટાઈપ સી ચાર્જિગ પોર્ટ છે. ફોનમાં 3.5 એમએમનો હેડફોન જેક પણ છે. ફોનમાં ફેસ અનલૉક ફીચર પણ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter