તાજેતરની જીવનશૈલીમાં તમને તમારા માટેનો સમય નિકાળવો પણ મુશ્કેલ લાગે છે. ત્યારે આવી વિકટ સ્થિતિમાં યુવાનો માટે ખાસ કરીને તેમના પાર્ટનર સાથે ક્વોલીટી સમય પસાર કરવો મુશ્કેલ બને છે. જો તમારે મૂવી જોવી છે કે ખરીદી કરવી છે તો તમારે વીકએન્ડની રાહ જોવી પડશે, પરંતુ જો તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક જવા માંગતા હો, તો તમે શું કરશો! રજા હશે? જો તમને ‘લીવ લીવ ‘ એટલે કે પ્રેમ કરવાની રજાઓ મળે, તો તે કેટલું સારું રહેશે? એક દેશમાં આવી સિસ્ટમ છે. જે જાણીને તમને નવાઈ લાગશે.

આ દેશમાં પ્રેમના ચાહકોને ખાસ રજાઓ મળી રહી છે. તે સાંભળીને તમને આશ્ચર્યચકિત થયું હશે અને ખુશી પણ થઈ હશે. ચીનમાં આ વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે અને તેની પાછળ એક વિશેષ હેતુ છુપાયો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં લાખો લોકો પરિવારને મળવા માટે તેમની ઓફિસોમાંથી રજા લેવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ કેટલાક નસીબદાર લોકો પણ છે કે જેમને તેમની ઓફિસમાંથી અલગ આઠ દિવસની રજા મળી રહી છે.


સિંગલ વુમન

જ્યારે તમે કોઈ ખાસ શરત પૂરી કરો છો ત્યારે જ તમને ઓફિસમાંથી રજા લેવાની સુવિધાની મજા આવશે. આ શરતમાં જણાવાયું છે કે જે પણ આ રજા લેવા માંગે છે તેમાં સામેલ કર્મચારી એકલી સ્ત્રી (સિંગલ મહિલા) હોવી જોઈએ જેની ઉંમર લગભગ 30 વર્ષની આસપાસ હોવી જરૂરી છે. આ મહિલાઓને આઠ દિવસની રજા આપવામાં આવી રહી છે જેથી આ સિંગલ મહિલા જલ્દીથી પોતાનો પ્રેમ શોધી શકે.

ચીનમાં એવી કુવાંરી મહિલાઓ છે. જે આશરે 30 વર્ષની વયની આસપાસ હોય છે. તેમના માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ શબ્દ છે ‘શેંગ નુ’, જેનો અર્થ છે ‘છૂટી ગઈ મહિલાઓ’. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ મુજબ બે કંપનીઓ પૂર્વ ચીનના હાન્ગઝુમાં તેમની મહિલા કર્મચારીઓને ‘ડેટિંગ રજા’ આપી રહી છે અને અહીં એક જ શહેરની શાળાઓમાં નોકરી કરતી અપરિણીત મહિલા શિક્ષકોને પણ આવી જ રજા આપવામાં આવી રહી છે. આ રજાઓને ‘લવ-લીવ’ કહેવામાં આવે છે.
READ ALSO
- અમેરિકાથી આવેલા કબૂતરને ઓસ્ટ્રેલિયામાં અપાઈ મોતની સજા, કારણ જાણીને ચોંકી જશો
- નવા વર્ષમાં ચાર દિવસમાં 99 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરના આજના ભાવ
- રસી લીધા પછી આ પીણાંથી રહેવું પડશે દૂર, જો આ બાબતોનું નહી રાખો ધ્યાન તો પડશે મુશ્કેલી
- અપીલ દાખલ કરવામાં સુસ્તી બદલ ગુજરાત સરકારને લપડાક, સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર્યો આકરો દંડ!
- આપણે વિદેશમાં સ્થાયી થવામાં પણ અગ્રેસર: 1.8 કરોડ ભારતીયો વિદેશમાં વસ્યા, યુએનનો રિપોર્ટ