GSTV
Home » News » ગૃહ મંત્રાલયમાં રજૂ કરવામાં આવ્યો રિપોર્ટ, બોર્ડર પર આટલી હદ સુધી છે પરિસ્થિતિ ખરાબ

ગૃહ મંત્રાલયમાં રજૂ કરવામાં આવ્યો રિપોર્ટ, બોર્ડર પર આટલી હદ સુધી છે પરિસ્થિતિ ખરાબ

army

પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવને કારણે ભારતીય સરહદો ઘણી સંવેદનશીલ માનવામાં આવે છે. તેવામાં સરહદોની સુરક્ષા ઘણી મહત્વની થઈ જાય છે. પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં સ્થિતિ બેહદ ચિંતાજનક છે. આ રિપોર્ટ મુજબ ચીન સાથેની એલએસી પર આઈટીબીપીની લગભગ 82 ટકા બોર્ડર આઉટપોસ્ટ ચોકીઓ પર બેહદ ખરાબ પરિસ્થિતિ છે. આ ચોકીઓ પર જવાનો માટે પીવા માટેનું સ્વચ્છ પાણી પણ ઉપલબ્ધ નથી અને 40 ટકા ચોકીઓ સુધી સડકો પણ ઉપલબ્ધ નથી.

એટલું જ નહીં આઈટીબીપીની 177 ચોકીઓમાંથી 24 ટકા પર જ વીજળીની સપ્લાઈ ઉપલબ્ધ છે. બાકીની 76 ટકા ચોકીઓ પર જનરેટરથી જ કામ ચલાવવું પડે છે. ગૃહ મંત્રાલયનો આ રિપોર્ટ સંસદીય સમિતિની સામે રજૂ કરવામાં આવ્યો છે. આ સંસદીય સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ કરી રહ્યા છે અને આ સમિતિમાં રાજ્યસભા તથા લોકસભાના 29 સાંસદો સામેલ છે. ગૃહ મંત્રાલયે આ સંસદીય સમિતિની સમક્ષ બારમી ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કર્યો હતો.

વર્કિંગ કન્ડિશન ઈન બોર્ડર ગાર્ડિંગ ફોર્સિસ એટલે કે આસામ રાઈફલ્સ, એસએસબી, આઈટીબીપી અને બીએસએફ સંદર્ભે રિપોર્ટમાં કેટલાક ચિંતાજનક પાસાઓનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન સરહદે મુશ્કેલ સ્થિતિમાં તેનાત જવાનોને પર્વતીય વિસ્તારોમાંથી વહેતા નદી-નાળામાંથી પીવાનું પાણી વાપરવાનું હોય છે. રિપોર્ટમાં સંસદીય સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે કે પાસ અને નાળામાં વહેતું પાણી ઘણું પ્રદૂષિત હોય છે. સંસદીય સમિતિએ સરકારને તાત્કાલિક જવાનોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવાનંિ જણાવ્યું છે.

ચીને જ્યાં ભારત સાથેની સરહદે તમામ માળખાગત સુવિધાઓ તૈયાર કરી લીધી છે. જ્યારે ભારતીય સીમા પર હજીપણ મૂળભૂત માળખું ઉભું કરવાનું બાકી છે. ગૃહ મંત્રાલયનો તાજેતરનો રિપોર્ટ ભારતની સુરક્ષા ચિંતાઓમાં ખાસો વધારો કરે તેવી શક્યતા છે. જો કે ગત થોડા દિવસોમાં ભારતે પણ બોર્ડર વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઝડપથી કામ કર્યું છે. પરંતુ આમાથી હજી ઘણો સમય લાગવાની અને ચીન ભારત કરતા ઘણાં મામલામાં આગળ રહે તેવી શક્યતા છે.

Read Also

Related posts

રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાને જ મુખ્યપ્રધાન પર નિશાન ટાક્યું, ગેહલોત પર કર્યા પ્રહાર

Mayur

અનુષ્કાએ શેર કરી બિકિની તસ્વીર, લોકોએ કહ્યું- અસલ ‘VLC પ્લેયર’ લાગી રહી છે…

Arohi

બ્રહ્મલીન થયેલા જીવરાજ બાપુને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ સતાધાર પહોંચી આપી શ્રદ્ધાંજલી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!