GSTV
Home » News » ચોમાસાને લઈ આવ્યા માઠા સમાચાર, 65 વર્ષમાં બીજી વખત આ બન્યું

ચોમાસાને લઈ આવ્યા માઠા સમાચાર, 65 વર્ષમાં બીજી વખત આ બન્યું

ચોમાસાની વાટ જોઇ રહેલી દેશની જનતા માટે એક માઠા સમાચાર છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટએ દાવો કર્યો છે કે ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કેરળ અને પૂર્વોતર રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસાનું આગમન થશે. પરંતુ ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે.

સ્કાયમેટ મુજબ ચાલુ વર્ષે ચોમાસામાં વિલંબની સાથે ચોમાસુ પણ નબળું રહેશે. ઘણા ભાગોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસશે. 65 વર્ષમાં આ બીજી વખત બન્યું છે કે આટલો ઓછો પ્રિ-મોન્સુન વરસાદ વરસ્યો હોય. સ્કાયમેટના દાવા મુજબ દિલ્હી,, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ તમામ વિસ્તારોમાં ચોમાસુ નક્કી સમય કરતાં 10થી 15 દિવસ મોડું રહેશે.

READ ALSO

Related posts

ઈસાઈ મિશનરીની શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થિનીઓ માટે અસુરક્ષિત : મદ્રાસ હાઈકોર્ટ

Mayur

રવિ શાશ્ત્રી : વાત એ ખેલાડીની જેની મમ્મીને પાણીપુરીવાળાએ કહ્યું હતું, ‘તમારા દિકરાએ છ બોલમાં છ સિક્સ મારી છે’

Kaushik Bavishi

સંસદમાં ધમાકેદાર ભાષણ આપનારા સાંસદનો ડાન્સ જોઈ તમે પણ વીડિયો વારંવાર જોશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!