GSTV

દુનિયા જોશે અમદાવાદની મહેમાનગતી, ટ્રમ્પની ભારત મુલાકાતનું આ છે શિડ્યુઅલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત મુલાકાતને લઈને તૈયારીઓ ચાલી રહી છે. અને ટ્રમ્પ ભારત મુલાકાતના પ્રથમ દિવસે ત્રણ શહેરની મુલાકાત લેવાના છે. જેમાં અમદાવાદમાં રોડ શો, મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કરવાના છે. તો સાથે આગ્રામાં વિશ્વની આઠ અજાયબીમાં સામેલ તાજમહેલના પણ દીદાર કરશે. આ સિવાય તેઓ 24 ફેબ્રુઆરીએ જ રાતે દિલ્હી પહોંચશે અને ત્યાં તેઓ ડીનર લઈને રાત્રી રોકાણ કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતના શિડ્યુઅલ પર નજર કરીએ તો…

ટ્રમ્પની ભારત મુલાકાતનું શિડ્યુઅલ           

૨૩ ફેબ્રુઆરી                  

  • સાંજે  ૭: વાગ્યે વોશિંગ્ટનથી રવાના
  • રાત્રે જર્મનીમાં સ્ટોપ ઓવર

૨૪ ફેબ્રુઆરી                          

  • સવારે ૧૧:૫૫ વાગ્યે    અમદાવાદ એરપોર્ટ પર આગમન
  • બપોરે ૧૨:૩૦ વાગ્યે   મોટેરા સ્ટેડિયમ પર સંબોધન
  • બપોરે ૩:૩૦ વાગ્યે     આગ્રા જવા રવાના
  • સાંજે ૪:૫૫ વાગ્યે       આગ્રા એરપોર્ટ પર આગમન
  • સાંજે ૫:૧૦ વાગ્યે       તાજમહેલની મુલાકાત
  • સાંજે ૬:૪૫ વાગ્યે       દિલ્હી જવા રવાના
  • સાંજ ૭:૩૦ વાગ્યે       દિલ્હી એરપોર્ટ પર આગમન

ટ્રમ્પ નહીં લે ગાંધી આશ્રમની મુલાકાત

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના નથી. અગાઉ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત કરવાના હોવાને લઈને આશ્રમમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો. ગાંધી આશ્રમ સ્થિત બાપુની કુટિરના નળિયા પણ બદલી નાખવામાં આવ્યા. તો ગાંધી આશ્રમ દ્વારા પણ ટ્રમ્પને ભેટ આપવા માટેની વસ્તુઓ નક્કી કરી દેવાઈ હતી. અમેરિકી સિક્રેટ એજન્સીના અધિકારો, એનએસજીના કમાન્ડો અને અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર આશ્રમમાં તપાસ પણ હાથ ધરવામાં આવી ચુકી છે. જોકે અમેરિકી રાષ્ટ્રપ્રમુખની આઈટીનરીમાં ક્યાંય ગાંધી આશ્રમનો ઉલ્લેખ જ નથી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક

અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ અમદાવાદ પહોંચે તે પહેલા જ તેમના સ્વાગત અને સલામતીનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. મહેમાનોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. જેના પગલે એરપોર્ટ પર ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ. જેમાં શહેરનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એનએસજી અધિકારીઓ સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા. એરપોર્ટની આ મીટિંગ મોદી-ટ્રમ્પની સુરક્ષાના પશ્નોને લઇને યોજાઇ. જેમાં દરેક કર્મીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપાઇ હતી. સ્ટેડિયમની જવાબદારી સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરને સોંપાઇ. તો એરપોર્ટની તમામ જવાબદારી સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર નિપુણા તોરવણેને સોંપાઇ. એરપોર્ટથી મોટેરા સુધીના તમામ રૂટની જવાબદારી સમશેર સિંઘને સોંપવામાં આવી છે.

Read Also

Related posts

ખેડૂતો આનંદો: સરકારે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના, 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો લાભ

pratik shah

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah

આ રીતે હરાવાશે કોરોના, સુરતની મહિલા ડોક્ટરને પરેશાન કરતા પડોશી, કોરોના તો નથી ને!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!