આ એજ વિસ્તાર છે કે જ્યાં સૈનિકો પર હુમલો કરવાનું સમગ્ર ષડયંત્ર રચાયું હતું

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ષડયંત્રમાં સામેલ હોવાની આશંકાએ અવંતિપોરા અને તેની આસપાસના વિસ્તારમાંથી 15 લોકોની અટકાયત કરી છે. આ શકમંદોની અટકાયત બાદ સુરક્ષા એજન્સીઓ તેમની પૂછપરછ કરી છે. તેમનું પાકિસ્તાનમાં કનેકશન હોવાની પણ સંભાવના છે.

મનાઇ રહ્યું છે કે પુલવામા હુમલાનું સમગ્ર ષડયંત્ર એક પાકિસ્તાની નાગરીક ઇમરાન કામરાને બનાવ્યું હતુ. જે જૈશ-એ-મોહમ્મદનો સભ્ય છે. એજન્સીઓનું માનવું છે કે કામરાન દક્ષિણ-કાશ્મીરના પુલવામા, અવંતિપોરા અને ત્રાલ વિસ્તારમાં સક્રિય છે. તેની પણ તલાશ કરવામાં આવી રહી છે. આ ષડયંત્ર ત્રાલ વિસ્તારના મિદૂરામાં રચવામાં આવ્યું. ત્રાલ વિસ્તારને હિઝબુલ મુજાહિદ્દીનનો ગઢ માનવામાં આવતો હતો. સૂત્રો મુજબ સુરક્ષાદળો જૈશ—એ-મોહમ્મદના એક સ્થાનિક સક્રિય સભ્યની તલાશ કરી રહી છે. તેણે પુલવામા હુમલા માટે વિસ્ફોટકોનો ઇન્તેજામ કર્યો હોવાનું મનાઇ રહ્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter