GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બદનામીનો ડર છતાં ફડણવીસને 80 કલાક માટે ભાજપે કેમ બનાવ્યા સીએમ કારણ કે 40 હજાર કરોડ રૂપિયાનો હતો સવાલ

ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ એવો સનસનાટી ભરેલો ખુલાસો કર્યો હતો કે 4,0000 કરોડ રૂપિયા બચાવવા માટે દેવેન્દ્ર ફડનવીસ 80 કલાક પૂરતા મુખ્ય પ્રધાન બન્યા હતા.લોકોને એવું લાગતું હશે કે ફડનવીસ હાસ્યાસ્પદ રીતે સરકાર રચવાની પ્રક્રિયામાં પરાજિત થયા. એવું નથી. વાસ્તવમાં 40,000 કરોડ રૂપિયા બચાવવા માટે એમણે આ જોખમી પગલું લીધું હતું એમ હેગડેએ કહ્યું હતું. બધા પૂછે છે કે બહુમતી નહોતી તો પછી મુખ્ય પ્રધાનપદનું નાટક શા માટે કર્યું ? એનો જવાબ આ છે.

તેમણે કહ્યું કે ફડનવીસ પાસે કેન્દ્ર સરકારે રાજ્યના વિકાસ માટે આપેલી 40,000 કરોડ રૂપિયાની રકમ હતી. એ રકમ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના હાથમાં જતી રોકવા માટે ફડનવીસે પોતે બદનામ થાય એવું જોખમી પગલું ભર્યું હતું.

એટલા માટે ખુદ ભાજપની નેતાગીરીએ આ નાટક રચ્યું હતું. પોતે મુખ્ય પ્રધાનપદના સોગન લીધા એના પંદર કલાકમાં ફડનવીસે એ માતબર રકમ કેન્દ્રને પાછી આપી દીધી હતી. એ રીતે અન્યના હાથમાં આટલી મોટી રકમ જાય અને એનો દુરુપયોગ થાય એ પરિસ્થિતિ રોકી દીધી હતી.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષાના આદેશ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પોતાના રાજ્યમાં અટકાવે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. મુખ્ય પ્રધાનની જવાબદારી સ્વીકારતાંની સાથેજ ઉદ્ધવે રાજ્યની તમામ વિકાસ યોજનાઓની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. એ કદાચ એવું પુરવાર કરવા માગે છે કે અગાઉની દેવેન્દ્ર ફડનવીસની સરકારે હાથ ધરેલી કેટલીક યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયો હોઇ શકે છે.

ગોરેગાંવમાં આરે કોલોનીમાં કાર શેડનું કામ અટકાવ્યું

મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જે ખેડૂતો અને આદિવાસીઓની જમીન કબજે કરવામાં આવી છે તેમણે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ઉદ્ધવે એવો દાવો કર્યો હતો કે અમે ખેડૂતોનાં હિતોને અગ્રતા આપીશું. તેમણે પત્રકારોને કહ્યું કે મેં ગોરેગાંવમાં આરે કોલોનીમાં કાર શેડનું કામ અટકાવ્યું છે. બુલેટ ટ્રેનનું કામ હજુ અટકાવ્યું નથી. માત્ર સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.

READ ALSO

Related posts

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ કોણે ફેંક્યા છે ? જાણો છો કોના નામે હતો આ રેકોર્ડ!

Ankita Trada

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel

વાળને મજબૂત બનાવવા હોય તો રસોડામાં જ વપરાતી આ 5 વસ્તુઓથી કરો માથાની માલિશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!