GSTV
Home » News » લગ્નમાં થઈ રહ્યો છે વિલંબ? તો નિવારણ માટે અપનાવો આ સચોટ ઉપાય

લગ્નમાં થઈ રહ્યો છે વિલંબ? તો નિવારણ માટે અપનાવો આ સચોટ ઉપાય

લગ્નની ઉંમરે જ્યારે લગ્ન ન થાય ત્યારે મનમાં જાતજાતના વિચારો ઘર કરી જાય છે. પરિવારમાં ચિંતાની લાગણી પ્રસરી જતી હોય છે. મન જુદા જુદા વિચારોથી ઘેરાવા લાગે છે દા.ત. શું કોઈએ અમારા પરિવાર ઉપર કંઈક કરી નાંખ્યું હશે ? શું મારા લગ્ન નહીં થાય ? બીજાના લગ્ન સમયસર થઈ ગયા અને મારા નથી થયા એટલે મારા કોઈ શત્રુએ મેલી વિદ્યા કરી હશે ? આવા જાતજાતના વિચારોથી ક્યાંક અંધશ્રદ્ધાનો ભોગ બની જવાય છે અને જીવન વધુ દુઃખી થાય છે. આજે આ જ વિષય ઉપર આપને વિશેષ માર્ગદર્શન આપું છું. લગ્નમાં વિલંબ થવા પાછળ ક્યા ગ્રહો જવાબદાર છે અને તેનો શું ઉપાય હોઈ શકે ?

સૌ પ્રથમ એ વાત સમજવી અત્યંત આવશ્યક છે કે લગ્ન સમયસર ક્યારે થાય ?


• જો લગ્નેશ અને સપ્તમેશની યુતિ હોય
• લગ્ન અને સપ્તમેશ લાભ સ્થાનમાં હોય
• લગ્ન અને સપ્તમેશનો દૃષ્ટિ સંબંધ હોય
• સપ્તમેશની લગ્ન ઉપર દૃષ્ટિ હોય
• ચંદ્રથી દશમા સ્થાન ઉપર શુક્ર હોય
• શુક્ર અને મંગળની યુતિ હોય
• ચંદ્ર અને શુક્રની યુતિ હોય અને તેના ઉપર લગ્નેશી દૃષ્ટિ હોય

લગ્ન મોડા થવા પાછળ ક્યા ગ્રહો જવાબદાર છે ?

• મંગળ અને શનિની યુતિ. અથવા તેમની સાતમાં સ્થાન ઉપર દૃષ્ટિ.
• ચંદ્ર દૂષિત હોય
• સપ્તમ સ્થાન પાપકર્તરીમાં હોય
• સપ્તમસ્થાનનો સ્વામી રાહુ સાથે યુતિમાં હોય
• સાડાસાતીનો તબક્કો શરૂ થયો હોય
• સપ્તસ્થાનનો સ્વામી પોતાનાથી બારમાં સ્થાનમાં હોય
• શનિદેવની ત્રીજી દૃષ્ટિ જો સપ્તમ સ્થાન ઉપર હોય
• સપ્તમ સ્થાનનો સ્વામી કેતુ સાથે હોય તો સગપણ તૂટી જાય અને લગ્નમાં વિલંબ થાય.
• લગ્નેશ પાપ કર્તરીમાં હોય.
• લગ્નેશ કેતુ સાથે હોય, અશુભ સ્થાનમાં હોય તો પણ આ પરિસ્થિતિ રચાય
• સપ્તમેશ જો રાહુ સાથે હોય અને શનિદેવની દૃષ્ટિ હોય તો લગ્ન સંબંધ ગુચવવાઈ જાય.

લગ્નવિલંબ માટે જવાબદાર દોષનો શું શાસ્ત્રોક્ત ઉપાય હોઈ શકે ?

• કોઈ વિદ્વાન જ્યોતિષીની સલાહ લેવી જોઈએ.
• દિકરીઓએ કુંભની પૂજા કરવી જોઈએ.
• નવરાત્રિમાં ઘટસ્થાપન કરી દુર્ગાપૂજા કરવી જોઈએ.
• ઘઉં અને ગોળના દાન કરવા.
• સાડાસાતીના તબક્કા હોય તો હનુમાનજી આગળ ચમેલીના તેલનો દિવો કરવો
• રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણેશજીની મૂર્તિ ઘરમાં પધરાવવી.
• ઓમ ગઁ ગૌં ગણપતયે વિઘ્નવિશનાય નમઃ આ મંત્રનો જાપ કરવો
• ત્રણ-ચાર મહિને એક વખત હાથમાં મેંદી મૂકવી અને રાતો રંગ થાય તેવી મેંદી મૂકવી.

લગ્ન સમયસર થાય તે માટે યુવકોએ ક્યા ઉપાય કરવા જોઈએ ?


• દર મંગળવારે ગણેશજીને દુર્વા અર્પણ કરવી
• કપિલા (રાતા કલરની) ગાયને દર બુધવારે ઘાસચારો નિરવો
• પરફ્યુમ લગાડવું
• હિરાનું પૂજન કરવું
• શ્રીયંત્રની ઘરમાં સ્થાપના કરવી અને તેનું પૂજન કરવું
• જમ્યા પછી એલચીના દાણા મુખવાસ તરીખે લેવા
• માર્કેટમાં ખરીદી કરવા જવું. (કેમ તે સમજાવવું)
• કોઈપણ પ્રકારની ધાતુમાં તેનું સ્થાન છે માટે, ધાતુ દાનમાં આપવી
• કાળા અથવા કિરમજી કપડામાં તલ બાંધી પોતાની સાથે રાખવા.

યુવકો અને યુવતીઓના પરિવારે વેવિશાળ માટે ક્યા દિવસે અને સમયે મુલાકાત કરવી જોઈએ ?


• એકમ, ચોથ, નોમ અને અમાસ આ તિથિ પાત્ર જોવા-મળવા માટે ત્યાગવી.
• વિજય મુર્હૂર્તમાં મળવું.
• ત્રીજ અને તેરસ હોય તો શુભ છે.
• ગુરૂ અને ચંદ્રનો શુભ સુમેળ હોય તે દિવસે મળવું શુભ રહેશે.
• જ્યોતિષી પાસે હોરા અને ચોઘડીયા જોઈ મુલાકાત ગોઠવવી.
• સોમ, બુધ, ગુરૂ અને શુક્રવાર જોવા-મળવા માટે નક્કી કરી શકાય.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 7069998609 ઈમેલ- harisahitya@gmail.com

Read Also

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi