GSTV
Home » News » ભારત અંતરિક્ષમાં ભરશે ઊંચી ઉડાન, 2019 ઇસરોનો આ છે ધમાકેદાર કાર્યક્રમ

ભારત અંતરિક્ષમાં ભરશે ઊંચી ઉડાન, 2019 ઇસરોનો આ છે ધમાકેદાર કાર્યક્રમ

2019માં ભારત 32 અંતરીક્ષ અભિયાન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઈસરોના અધ્યક્ષ કે. સિવને મંગળવારે નવા વર્ષે પોતાના સહકર્મીઓને સંદેશો આપતા કહ્યુ હતુ કે 2019માં 32 નિયોજીત અભિયાનો સાથે ઈસરો પોતાના લોકો માટે પડકારજનક વાયદો કરે છે. આવા અંતરીક્ષ અભિયાનમાં ચંદ્ર પર પગલું મૂકવાના ઉદેશ્યથી મોકલવામાં આવનારા ચંદ્રયાન-ટુનો પણ સમાવેશ થાય છે.

ચંદ્ર અભિયાન ચેન્નઈથી લગભગ 90 કિલોમીટર દૂર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના અંતરીક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડથી પ્રક્ષેપિત કરવામાં આવશે. અહીંથી પ્રક્ષેપિત થનારું તે 25મું અભિયાન હશે. તેની કિંમત 800 કરોડ રૂપિયાની છે. સિવને પોતાના સંદેશામાં કહ્યુ હતુ કે ભારત દ્વારા 2021-22માં અંતરીક્ષમાં માનવ મોકલવા માટેના પહેલા અભિયાન ગગનયાન માટે પણ 2019માં કામ શરૂ કરશે.

2018નું વર્ષ અંતરીક્ષ ક્ષેત્રમાં ભારતની બોલબાલાનું રહ્યું હતું. ગગનયાન મિશનને મંજૂરી, સૌથી ભારે ટેલિકોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-11, નવા ટેલિકોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-29 અને વાયુસેના માટેના ટેલિકોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-સેવન-એના પ્રક્ષેપણ સહીત ઘણાં મિશનોને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા.

Read Also

Related posts

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!