આ છે કોંગ્રેસના નવનિયુક્ત ચેરમેન, તેમનો વિશ્વાસ છે કે ભાજપની આવી હાલત થઈ જશે

કોંગ્રેસની કમિટીઓના નવનિયુક્ત ચેરમેને કાર્યકર્તાઓના સહકારથી ભાજપને હરાવવાની નેમ વ્યક્ત કરી છે. ચૂંટણી વહીવટી કમિટીના ચેરમેન અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ તમામ 26 બેઠકો પર ભાજપને મજબૂત પડકાર આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે કે પ્રચાર કમિટીના ચેરમેન સિદ્ધાર્થ પટેલે પાર્ટીની વિચારધારા અને મૂલ્યોને લોકો સુધી પહોંચાડવાની વાત કરી છે. તો મીડિયા કો-ઓર્ડિનેશન કમીટિના ચેરમેન નરેશ રાવલે ભાજપના શાસનથી પ્રજા ત્રસ્ત હોવાનું જણાવી ફરી કોંગ્રેસની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter