GSTV
Gujarat Government Advertisement

ચીની સરહદે 1962ના યુદ્ધ પછીની આ સૌથી ખતરનાક સ્થિતિ, વિદેશમંત્રીએ પણ સ્વીકાર્યું કે સૌથી મોટો આ પડકાર

ચીન

Last Updated on October 17, 2020 by Bansari

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે સરહદે ચીનના વલણથી બન્ને દેશોના સબંધો બગડયા છે, તેની ના પાડી શકાય એમ ન હતી. પાછલા વર્ષોમાં આટલી ખરાબ સ્થિતિ જોવા મળી નથી. વધુમાં તેમણે કહ્યું હતું ચીની સૈનિકો ચોવીસેય કલાક શસ્ત્રો લઇને ઉભા રહે છે. તેના કારણે ભારત માટે સલામતી મોટો પડકાર બન્યો છે. જોકે ભારતીય સૈન્ય પડકારને પહોંચી વળ્યું છે અને આગળ પણ પહોંચી વળશે.

ચીની સરહદે 1962ના યુદ્ધ પછીની આ સૌથી ખતરનાક સ્થિતિ

એશિયા સોસાયટી દ્વારા આયોજિત એક ઓનલાઈન ઈવેન્ટમાં બોલતા તેમણે ચીન સબંધો અંગેની વાસ્તવ સ્થિતિ પર પ્રકાશ પાડયો હતો. આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે ચીની સરહદે 1962ના યુદ્ધ પછીની આ સૌથી ખતરનાક સ્થિતિ છે. સરહદે અત્યારે દેખીતી રીતે શાંતિ છે, પણ શાંતિ ક્યાં સુધી જળવાઈ રહે એ કહી શકાય એમ નથી. જયશંકરે કહ્યું હતું કે ભારત-ચીન સાથેના છેલ્લા 30 વર્ષના સબંધોમાં આવો તનાવ અગાઉ જોવા મળ્યો નથી. તેમણે કહ્યુ હતું કે ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા માટે સંખ્યાબંધ કરાર થયેલા છે.

સરહદે મોટી સંખ્યામાં ચીની સૈનિકો તૈનાત, ભારતના સૈનિકો પણ ખડેપગે

ચીન

ભારત એ કરારોનું પાલન કરે છે અને તેના દ્વારા જ ઉકેલ મેળવવા કટીબદ્ધ છે. મોટી સંખ્યામાં ચીની સૈનિકો તૈનાત છે. સામે પક્ષે ભારતના સૈનિકો પણ ખડેપગે છે. એટલે અગાઉ જે જીવલેણ સંઘર્ષ થયો હતો એવો સંઘર્ષ થવાનો ભય સતત તોળાયેલો રહે છે.

1975 પછી ભારત-ચીન વચ્ચે થયેલો આ પહેલો મોટો સરહદી સંઘર્ષ છે. માટે તેની બહુ મોટી અસર ભારતના લોકોના માનસ પર થઈ છે. ભારતના લોકો હવે ચીનને અલગ નજરે જોતા થયા છે. જયશંકરે કહ્યું હતું કે શાંત સરહદ પર ચીને શા માટે કાંકરીચાળો કર્યો હશે એ મને તો સમજાતું નથી. બીજી તરફ ભારતના મામલામાં દખલ કરતા ચીનને ભારતે વારંવાર સ્પષ્ટ જવાબ આપીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ રીતે રજૂ કરી દીધું છે. લદ્દાખ કે અરૂણાચલમાં થતા સરહદી બાંધકામ પ્રોજેક્ટ સામે ચીન વાંધો ઉઠાવી ભારતને બદનામ કરવા પ્રયાસ કરતું રહે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

BREAKING: બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદની પોલીસે કરી ધરપકડ

pratik shah

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!