વડોદરાની જેલમાં મોબાઈલ વાપરવા માટે મહિનાનો છે આ ભાવ

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળવાના મામલે રાવપુરા પોલીસે ચાર આરોપીઓની સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી છે. આ આરોપીઓએ પૂછપરછમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે કે જેલમાં અનેક કેદીઓ પાસે મોબાઈલ છે. થોડા દિવસ અગાઉ જેલમાંથી મોબાઈલ મળ્યા હતા. જે મામલે પૂછપરછમાં આરોપીઓએ જેલમાં ચાલતી લોલમલોલની પોલ ખોલી નાખી છે. ત્યારે જેલના વહીવટી તંત્રએ ચાર આરોપીઓને આરોપમાંથી મુક્ત કરતા પોલીસ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

કેદીઓનો આક્ષેપ છે કે, સેન્ટ્રલ જેલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સિપાઈઓ પૈસા લઈને ટીફીન, મોબાઈલ, પાન-પડીકી, દારૂ સહીતની સુવિધાઓ પૂરી પાડે છે. મોબાઈલ વાપરવો હોય તો દર મહીને ૧૫ હજાર અને ટીફીન અંદર લાવવું હોય તો દર મહિને ૧૦ હજાર રૂપિયા પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવે છે. ત્યારે હાલમાં 200 જેટલા કેદીઓ પાસે મોબાઈલ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter