GSTV
Home » News » ભાજપના કદાવર નેતા ભાનુશાળી હત્યાકેસમાં ગુજરાતના ગૃહમંત્રીની આવી પ્રથમ પ્રતિક્રિયા, કહી દીધું આ

ભાજપના કદાવર નેતા ભાનુશાળી હત્યાકેસમાં ગુજરાતના ગૃહમંત્રીની આવી પ્રથમ પ્રતિક્રિયા, કહી દીધું આ

જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે રાજ્ય સરકારે દોષિતો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કેસ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગૃહવિભાગ દ્વારા જયંતિ ભાનુશાળીની હત્યાના બનાવના મૂળમાં જઇ ન્યાયિક અને સઘન રીતે તપાસ હાથ ધરવા માટે પોલીસતંત્રને સૂચના આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં ભાનુશાળીની હત્યાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.

સાથે જ તેમની તપાસમાં રચવામાં આવેલી એસઆઇટી અને તપાસ માટે લેવાયેલા પગલાં અંગે પણ ચર્ચા કરાઇ હતી. તેમણે કહ્યું કે ભાનુશાળીની હત્યામાં જે પણ સામેલ હશે તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. પ્રદિપસિંહે જણાવ્યું કે ગુનેગાર કોઇ પણ પક્ષના હશે તેને બક્ષવામાં નહીં આવે. એસઆઈટી દ્વારા હત્યા કેસની તપાસ યુદ્ધના ધોરણે હાથ ધરાઇ રહી છે. સાથે જ ફોરેન્સિક તેમજ બેલેસ્ટિક એક્સપર્ટ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું ગૃહરાજ્યપ્રધાને જણાવ્યું.

Related posts

“મારા જીવનું જોખમ છે”: હાર્દિક પટેલે પોલીસ કમિશ્નરને પત્ર લખી સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી

Riyaz Parmar

લાલુને ઝેર આપીને કેન્દ્ર સરકાર મારવા માગે છે: રાબડી દેવી

Karan

પહેલા થપ્પડ પછી દંગલ: અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં હોબાળો, ખુરશીઓ ઉછળી

Riyaz Parmar