GSTV
Home » News » આ છે ગુજરાતના એ ચહેરાઓ જેના પર ભાજપે મૂક્યો ફરી વિશ્વાસ, લોકસભા’19માં BJPની ‘રિપીટ થિયરી’

આ છે ગુજરાતના એ ચહેરાઓ જેના પર ભાજપે મૂક્યો ફરી વિશ્વાસ, લોકસભા’19માં BJPની ‘રિપીટ થિયરી’

ગુજરાત માટે BJPએ જાહેર કરેલી બીજી યાદીમાં મોટા ભાગનાં સીટીંગ એમપી(વર્તમાન સાંસદો)ને રીપીટ કરવામાં આવ્યા છે. એકલ-દોકલ સાંસદોને બાદ કરતા તમામને રિપીટ કરાયા છે. જો કે આજે બિનવિવાદીત 15 બેઠકો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જે બેઠકો પર વિવાદ અને ગુંચવણભરી સ્થિતી છે. તેવી બેઠકોનાં નામની જાહેરાત હજુ બાકી છે. આજે સાર્વજનિક થયેલી ભાજપની યાદીમાં ગુજરાતની 15 બેઠકો માટે મુરતિયાનાં નામો જાહેર કરાયા છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ અનુસુચિત જાતી માટે અનામત છે. આ સીટ પરથી પીએમ મોદી સાહેબની ગુડબુકમાં સ્થાન મેળવનારા વર્તમાન સાંસદ અને વ્યવસાયે તબીબ એવા ડો.કીરીટ સોલંકીને પુન:જીવતદાન અપાયું છે. અમદાવાદ શહેરમાં બે લોકસભા સીટ આવેલી છે. નવા સીમાંકન બાદ 2008માં અસ્તિત્વમાં આવેલી આ સીટ પર 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી.

2014ની સામાન્ય ચૂંટણીમાં વડોદરા સીટ પરથી નરેન્દ્ર મોદી વિજેતા જાહેર થયાં હતાં. જો કે વારાણસી અને વડોદરા સીટ પર નરેન્દ્ર મોદી વિજેતા થયાં હતાં. તેથી નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ પરથી સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટ વિજેતા થયાં હતા. જો કે આજે ફરીથી રંજન બહેન ભટ્ટ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. જો કે એક ચર્ચા એવી ચાલતી હતી કે વડોદરાનાં પૂર્વ મેયર ભરત ડાંગરને પણ લોકસભાની ટીકિટ મળે તેવી શક્યતા હતી.

કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. વિસ્તારની દ્રષ્ટીએ વિશાળ કચ્છ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે. અનુસુચિત જાતિ માટે અનામત કચ્છ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.  2009માં પણ આ સીટ પર ભાજપનાં મહિલા ઉમેદવાર પૂનમ જાટ વિજેતા થયાં હતાં. ત્યારબાદ 2014ની ચૂંટણીમાં ભાજપે વિનોદ ચાવડાને ટીકીટ આપી હતી. તેમજ તેઓ વિજેતા થયાં હતાં. આ વખતે પણ 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કચ્છ જિલ્લા પંચાયતનાં સભ્ય અને કચ્છ યુનિવર્સિટીનાં સેનેટ મેમ્બર વિનોદ ચાવડા એલએલબી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે.  

સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપનાં વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની પુન: પસંદગી કરવામાં આવી છે. આદિવાસી બાહુલ્ય આ સીટ પર 2014માં પણ દીપસિંહ રાઠોડે ભાજપમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતાં. દીપસિંહ રાઠોડ 1998થી 2007 સુધી ધારાસભ્ય તરીકે રહિ ચુક્યા છે. 8 ધોરણ સુધીનો અભ્યાસ ધરાવનારા દિપસિંહને ભાજપે ફરી ટીકીટ આપી છે.

જામગર લોકસભા સીટ પાટીદારોનાં વર્ચસ્વ વાળી બેઠક છે. આ સીટ પર વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે જામનગર બેઠક પર સેન્સ પ્રક્રિયા ચાલી રહિ હતી ત્યારે  ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની રિવાબા જાડેજાનાં નામની ચર્ચા ચાલતી હતી. જો કે પાટીદાર પ્રભુત્વ ધરાવતી જામનગર સીટ પર મહિલા કરણીસેનાનાં પ્રમુખ રિવાબા જાડેજા પર પ્રમુખ દાવેદાર હતાં. 2014ની ચૂંટણીમાં પૂનમ માડમે કોંગ્રેસનાં ઉમેદવાર અને સગા કાકા વિક્રમ માડમને હાર આપી હતી.જો કે આગમી ચૂંટણીમાં પણ ભાજપે હાલાર પંથક (જામનગર-દેવભૂમિ દ્વારકા)માં દબદબો ધરાવતા માડમ પરિવારને જ ટીકીટ આપી છે. પૂનમ માડમનાં પિતા સ્વ.હેમત માડમ ખાસ્સા લોકપ્રિય રહ્યા છે. પૂનમ માડમનાં કાકા વિક્રમ માડમ કોંગ્રેસમાંથી જામનગરનાં સાંસદ રહિ ચુક્યા છે, તેમજ વર્તમાનમાં ખંભાળીયાનાં ધારાસભ્ય છે.  

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2014ની ચૂંટણીમાં ભાજપે પાટીદાર મોહન કુંડારીયાને મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યારે કોંગ્રેસે સીટીંગ એમપી કુંવરજી બાવળીયા પર પસંગી ઉતારી હતી. જો કો હાલમાં કુંવરજી બાવળીયા તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયાં છે. 2014ની ચૂંટણીમાં મોહન કુંડારીયા 2 લાખ 46 હજાર કરતા વધારે મતોની લીડથી જીત્યા હતાં. આ વખતે મોહન કુંડારીયાને ટીકીટ મળવાની શક્યતા ઓછી હતી. તેમ છતાં ભાજપે ફરી મોહન કુંડારીયા પર પસંદગી ઉતારી છે.

ભાનવગર લોકસભા સીટ પર ફરી મહિલા સાંસદને રિપીટ કરાયા છે. કોળી સમાજનું પ્રતિનિધીત્વ કરતા ભારતીબેન શિયાળને ટીકીટ મળવાની આશા નહિવત હતી. કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર કદાવર કોળી બંધુ પરસોત્તમ સોલંકી-હિરા સોલંકીને ટીકીટ મળવાની ભરપૂર શક્યતા હતી. કોળી સેનાનાં પ્રમુખ આગેવાનો પૈકીનાં હિરા સોંલકીને ભાજપ ટીકીટ આપે તેવી ચર્ચા ચાલતી હતી. જો ક ગુજારતમાંથી જાહેર થયેલા 15 નામોમાંથી મોટા ભાગનાં વર્તમાન સાંસદોને રીપીટ કરાયા છે.

READ ALSO  

Related posts

અમદાવાદમાં બનશે સાત ફ્લાય ઓવર બ્રિજ, જાણો તમારા વિસ્તારનો નંબર લાગ્યો કે નહી

Nilesh Jethva

સાબરડેરીમાં ભરતી મામલે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ બાદ લેવાયો આ નિર્ણય

Nilesh Jethva

15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!