GSTV
Home » News » કાર્યકરોની અટકાયતથી લઇ ઓડિયો ક્લિપ વાઇરલ સુધી કંઇક આવો રહ્યો જસદણ ચૂંટણીનો ઘટનાક્રમ

કાર્યકરોની અટકાયતથી લઇ ઓડિયો ક્લિપ વાઇરલ સુધી કંઇક આવો રહ્યો જસદણ ચૂંટણીનો ઘટનાક્રમ

જસદણ ચૂંટણીમાં સમગ્ર દિવસ દરમિયાન નાટકિય ઘટનાક્રમ રહ્યો હતો. શરૂઆતથી જ વહેલી સવારમાં લોકોની વોટ માટે લાંબી લાઇનો લાગી ગઇ હતી. કુંવરજી અને અવસર નાકિયાએ પોતાની કુળદેવીના દર્શન કરી વોટીંગ કરવા માટે નીકળ્યા હતા. જ્યાં મીડિયા સમક્ષ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે સવારથી જસદણ અને જસદણ બહારનો ભાજપ કોંગ્રેસનો કંઇક આવો માહોલ રહ્યો હતો.

ખેસ પહેરવા મામલે બોલાચાલી

જસદણમાં સવારથી ચાલતા શાંતિપૂર્ણ મતદાનમાં ભંગ થયો. જસદણના બુથ નંબર 121ની બહાર ખેસ પહેરવાના મામલે બોલાચાલી થઈ હતી. ભાજપ કોર્પોરેટર જયમીન ઠાકર અને કોંગ્રેસના આગેવાન ગજેન્દ્ર રામાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જયમીન ઠાકરે ભાજપનો કેસ પહેર્યો હતો અને કોંગ્રેસ આગેવાને કોર્પોરેટરને કેસ કાઢીને જવાનું કહેતા બંને આગેવાનો આમને સામને આવી ગયા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

લલિત લગથરા સહિત ચારની અટકાયત

રાજકોટના જસદણમાં ચાલતા મતદાન વચ્ચે સ્થાનિક રાજકારણ પણ ગરમાયેલુ જોવા મળ્યુ હતું. ભાજપે તંત્રનો દુરઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો હતો. તેમજ પોલીસે લલિત લગથરા સહિત ચાર લોકોની અટકાયત કરી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો. ચૂંટણીને લઈને જાહેરનામું માત્ર કોંગ્રેસના કાર્યકરો માટે લાગતું પડતુ હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો. પોલીસ તંત્ર પણ ભાજપ કાર્યકર હોય તે રીતે વર્તન કરી રહી હતી અને કોંગ્રસને જસદણ વિસ્તાર છોડવા ધમકી આપવામાં આવી રહી હોવાનો પણ કોંગ્રેસ આગેવાને આક્ષેપ લગાવ્યો હતો.

મતદારોને ધમકાવાયા?

જસદણ પેટા ચૂંટણીમાં દડવા સહિતના આસપાસના ગામોમાં દબાણપૂર્વક મતદાન કરાવવામાં આવતુ હોવાનો આક્ષેપ લાગ્યો હતો. કોંગ્રેસે જિલ્લા પોલીસ વડાને આ અંગે ટેલિફોનિક ફરિયાદ કરી હતી. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પરમાર મતદારોને ધમકાવી રહ્યા હોવાની ફરિયાદ થઈ હતી.

ઋત્વીક મકવાણાની અટકાયત

ચોટીલાના ધારાસભ્ય ઋત્વીક મકવાણાને રાજકોટ રૂરલ પોલીસે ડિટેઈન કર્યા હતો. શિવરાજપુર નજીકથી ધારાસભ્ય ઋત્વીક મકવાણાની અટકાયત કરવામાં આવી હતી. જોકે પોલીસે અટકાયતના અહેવાલને ફગાવી દીધા હતા.

બુથ નજીક ફરતા ભાજપના નેતા

જસદણમાં પેટા ચૂંટણીના મતદાનના દિવસે મતદાન બુથ નજીક ભાજપ નેતા શંકર વેગડ ફરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો વિંછીયાના ઓરી ગામે શંકર વેગડ જોવા મળ્યા હતા. મતદાન બૂધના આસપાસના વિસ્તારમાં શંકર વેગડ જોવા મળ્યા હતા. જીએસટીવીની ટીમને જોઈને શંકર વેગડે ચાલતી પકડી હતી અને તેઓએ મતદાન બુથ નજીક ફરવાના મામલે પોતાનો લૂલો બચાવ કર્યો હતો. તેઓએ મુક્ત મતદાન માટે અપીલ કરતા હોવાનો દાવો કર્યો. જોકે, સવાલ એ છે કે, મતદાનના દિવસે કોઈ પક્ષના નેતા કઈ રીતે મુક્ત મતદાનની અપીલ કરી શકે છે?

વિરજી ઠુમ્મરની અટકાયત

જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પર સરકાર મશીનરીના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસે અટકાયત કરતા રાજનીતિ ગરમાઈ હતી. વિરજી ઠુમ્મરનો આક્ષેપ છે કે તેઓ કાર્યકરોને મળવા જતા હતા ત્યારે નવા ગામ પાસે તેમની અટકાયત કરવામાં આવી હતી. વિરજી ઠુમ્મરે અટકાયતનું કારણ પૂછ્યું તો પોલીસે કારણ જણાવવાનો ઈનકાર કર્યો હતો. વિરજી ઠુમ્મરે પોલીસ પર તેમને માનસિક રીતે હેરાન કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આ રીતે તેમના ધારાસભ્યોની અટકાયત સામે સવાલ ઉભા કર્યા હતા અને પોલીસ તથા ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો હતો. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના ધારાસભ્યોને કાર્યકરોને મળવા પણ નથી દેવાતા જ્યારે કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન મોહન કુંડારીયા જસદણ ભાજપ કાર્યાલય ખાતે અને પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા ભાડલા ખાતે ઉપસ્થિત હતા. કોંગ્રેસે તેના પુરાવા રૂપે વીડિયો પણ આપ્યો હતો.

કુંવરજીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

એક તરફ આજે જસદણમાં કુંવરજી બાવળિયા અને અવસર નાકિયા વચ્ચે ચૂંટણી જંગ જામેલો જોવા મળ્યો હતો. બીજીતરફ, જસદણમાં કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ બની હતી અને આ ઓડિયો ક્લિપને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. જીએસટીવી આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટી કરતું નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં એક શખ્સે અશ્લિલ ભાષામાં ધમકી આપવામાં આવી રહી હોવાનું સંભળાય છે. જો કે આ ઓડિયો ક્લીપ વાઇરલ થયા બાદ જીએસટીવીએ કુંવરજી બાવળીયા સાથે ટેલિફોનિક વાત કરી હતી. જેમાં તેમણે આ ઓડિયો ક્લીપને બોગસ ગણાવી હતી. આ કલીપમાં તેમનો અવાજ હોવાનો પણ ઇન્કાર કરી આ અંગે એસપી અને કલેક્ટરનું ધ્યાન દોરવાનું પણ જણાવ્યું હતું. કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કથિત ઓડિયો ક્લિપ મામલે ચૂંટણી પંચ તપાસ કરે તેવી માંગ કરી હતી.

બોગસ મતદાનની બુમ

જસદણ વિંછીયાના દડલી ગામે બોગસ મતદાનની બુમ ઉઠી હતી ભૂપતભાઈ ધોરીયાના નામે કોઈક શખ્સ મતદાન કરી ગયો હોવાની ચર્ચા હતી. તેઓ જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક ચૂંટણી અધિકારીએ તેમનનું મતદાન થઈ ગયુ હોવાનું કહેતા તેઓ ચોંકી ગયા હતા. જો ખરેખર તેમણે મતદાન નથી કર્યુ તો તેમના નામે કોણ મતદાન કરી ગયું તે ચર્ચાનો વિષય બન્યો હતો.

દિવ્યાંગ મતદાન મથક પર હોબાળો

જસદણમાં ચાલતા મતદાન સમયે આદર્શ દિવ્યાંગ મતદાન મથક પર હોબાળો થયો હતો. અકસ્માતના દર્દી ભરત ભાઈ વાઘેલાને લઈને પરિવારજનો મતદાન કરાવવા પહોંચ્યા હતા. જો કે, તે મતદાન મથકના અધિકારીઓએ ભરતભાઈને મત આપવા દેવાનો ઈન્કાર કર્યો હતો અને તેમને રૂમમાંથી બહાર ધકેલી દીધા હોવાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો હતો.

Read Also

Related posts

આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

Nilesh Jethva

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!