GSTV
Home » News » ડ્રીમ કાર ખરીદવા માટે આ જ છે સૌથી યોગ્ય સમય, મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ

ડ્રીમ કાર ખરીદવા માટે આ જ છે સૌથી યોગ્ય સમય, મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ

2019નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને ઓટોમોબાઈલ કંપનીઓ એકથી વધીને એક ઓફર ગ્રાહકોને આપી રહી છે. 5 ટકાથી લઈને 15 ટકા સુધીની છૂટ નવી કાર ખરીદવા પર મળી રહી છે. ઈન્ડસ્ટ્રીનાં જાણકાર કહી રહ્યા છેકે, જાન્યુઆરીથી કારની કિંમતોમાં વધારો થઈ શકે છે.જલ્દીથી માનાંકોવાળી કાર બનવાની શરૂ થઈ જશે. આ કારણે જ ઉત્પાદન કરતી કંપનીઓ જૂના વર્ઝનની કારને સ્ટોકમાંથી કાઢી રહી છે. જાણકારો મુજબ જે લોકો પહેલી કાર ખરીદવા માંગે છે. તેમના માટે આ બિલકુલ યોગ્ય સમય છે કે કારને ઘરે લઈને આવે.

મારૂતિ સુઝુકીનાં એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યુકે અમે અમારો BSIV સ્ટોક લગભગ વેચી ચૂક્યા છે. જેનો સ્ટોક્સ ઓછો બચ્યો છે એવાં મોડલ્સ પર વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. ઘણા કારણોને લીધે જાન્યુઆરીમાં કારોની કિંમતોમાં વધારો કરાશે. કહેવાઈ રહ્યુ છેકે, આમ પણ ડિસેમ્બરમાં કારોનાં વેચાણમાં વધારો થાય છે. ગયા વર્ષે પણ 8% એટલેકે લગભગ 2.38 લાખ કારો ફક્ત ડિસેમ્બરમાં વેચવામાં આવી હતી. જોકે, ઘણા લોકો એવાં પણ છે જેઓ બીએસ-6 સ્ટાન્ડર્ડ કારોની રાહ જોઈ રહ્યા છે તેને જ ખરીદવા માંગે છે. જોકે, ઓટો સેક્ટર છેલ્લાં ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે, જેથી કાર ઉત્પાદક કંપનીઓ માર્કેટમાં તેજી લાવવા માટે મોટી છૂટ આપી રહ્યા છે.

મારૂતિ સિયાઝ અને મારૂચિ એસ-ક્રોસ પર સૌથી વધારે છૂટ આપવામાં આવી રહી છે. જ્યારે ઈગ્નિસ અને બલેનો પર પણ આકર્ષક છૂટ આપવામાં આવી રહી છે તે જ રીતે હ્યુન્ડાઈની ક્રેટા અને સેન્ટ્રો પર પણ બંપર છૂટ આપવામાં આવી રહી છે. હ્યુન્ડાઈએ પોતાનાં આઈ-10 મોડલ અને એક્સેન્ટ પર પણ છૂટ આપી રહી છે, તેના સિવાય ટાટા મોટર્સ, હોન્ડા, નિસાન, રેનો વગેરે કંપનીઓ પણ બંપર છૂટ આપીને પોતાનો સ્ટોક ખતમ કરી રહી છે.

READ ALSO

Related posts

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!