આ બાળકનું જીવન બચાવવા જર્મનીના કારણે બન્યું શક્ય, જાણો સમગ્ર કહાની

કર્ણાટક કોલારના 10 વર્ષીય એક બાળકને બોન મૈરો ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી. જેની આ જરૂરત જર્મનના એક શખ્સે પુરી કરી તે. જે બાદ આ બાળકનું સ્વાસ્થય સારુ બન્યું છે.

હોસ્પિટલે આ 10 વર્ષિય બાળકને સૈમ નામ આપ્યું છે. આ બાળક હવે સંપુર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ છેલ્લા 6 મહિલના અગાઉ તે મોત અને જિંદગી વચ્ચે જીવી રહ્યો તો. કારણ કે તેને એપલસ્ટિક એનિમીયા નામની એક બીમારી છે. જેનો ઈલાજ કરવા માટે બોન મૈરો ટ્રાન્સપ્લાન્ટની સર્જરી બાદ જ થતો હોય છે. પરંતુ તેના પરિવારમાં તેના પિતા મજૂરી કાર્ય કરે છે. અને આવી સર્જરી માટે સામાન્ય 30 લાખ રૂપિયાની જરૂર પડે છે. જેથી આ પરિવાર માટે બાળકનો ઈલાજ કરવો કઠીન બની ગયું હતું.

બાળકની સર્જરી કેવી રીતે શક્ય બની

સૈમના પિતાએ જણાવ્યું કે મારા બાળકની સારવાર બાદ હું બહુ ખુશ છું. સૈમનું બોન મૈરો દેશના કોઈ વ્યક્તિ સાથે મેચ નહોતું થતું. જેથે તેમણે ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા અન્ય દેશમાં આ માહિતી આપી હતી. જે બાદ જર્મનીના એક ડોનર અને સૈમનું બોન મૈરો મેચ થતું હતું. અને બાદમાં તેનું બોન મૈરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ સર્જરી કરનારા ડૉ.સુનિલ ભટ્ટે જણાવ્યું કે ઓનલાઈન બોન મૈરો મેચ થયા બાદ એક કુરિયરની એક વિશેષ સેવા દ્વારા જર્મનીથી તેને ભારતમાં મગાવવામાં આવ્યું હતું.

30 લાખ રૂપિયાનો ખર્ચો કોણે આપ્યો

સૈમમાં બોન મૈરોનું ટ્રાન્સપ્લાન્ટ માટે 30 લાખ જેવી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ સવાલ મોટો છે કે સામાન્ય પરિવાર પાસે આટલા નાણાં ક્યાંથી આવ્યા. આ વાતનો જવાબ આપતા નારાયણ ઋગ્ણાલયના ડૉ.દેવી શેટ્ટીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓમાંથી કેટલીક રકમ આ પરિવારને પ્રાપ્ત થઈ હતી. સાથે કેટલાક લોકોએ પોતાની આર્થીક સહાય પણ કરી હતી જેથી આ બાળકનું જિવન બચાવવામાં સફળતા મળી છે.
ત્યારે આ બોધ આપણા સૌ માટે પણ લાગુ પડે છે. કે આપણે સૌ દ્વારા આપવામાં આવતી નાની રકમ પણ એક માનવ જિંદગીને બચાવી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter