GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

હાર્દિકને હોસ્પિટલમાં દાખલ કરવો હોય તો આ છે અમારી શરતો: PAAS

ચોવીસ કલાકમાં સરકાર કોઈ વાતાઘાટ નહીં કરે તો હાર્દિક પટેલે ફરીથી જળત્યાગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે ચોવીસ કલાક પૂરા થયાં બાદ પણ સરકારે કોઈ સંવાદ ન સાધતાં હાર્દિકે ફરીથી જળ ત્યાગ કર્યો છે. પાસ કન્વીનર મનોજ પનારાએ સરકાર પર ગંભીર આરોપો કરીને એમ પણ કહ્યું કે સરકાર આંદોલનકારીઓ પર રાજદ્રોહના કેસનો કારસો રચી રહી છે. એટલું જ નહીં હાર્દિકને જબદજસ્તીથી હોસ્પિટલમાં દાખલ કરીને તેના આરોગ્ય સાથે ચેડા કરવાનું કાવતરૂ કરી રહી છે. મનોજ પનારાઅે અેવા અાક્ષેપો કર્યા છે કે, હાર્દિકને અા પહેલાંથી જ બિમારી હતી. હવે અા બિમારીને કારણે તેની સ્થિતિ ગંભીર છે. હાર્દિકની તબિયત સાથે ચેડાં કરાયાં તો ગુજરાતમાં શાંતિ નહીં સ્થપાય. હાર્દિકની તબિયત અંગે અમે પણ ચિંતિત છે. સરકાર હોસ્પિટલમાં હાર્દિકને લઈ જવા માગતી હોય તો અમારી પણ કેટલીક શરતો છે. જો અા શરતોને માનવામાં અાવશે તો અમે હાર્દિકને હોસ્પિટલમાં લઈ જવાની પરમીશન અાપીશું.

શું છે પાસની શરતો

  • હાર્દિકને હોસ્પિટલમાં લઇ  જવાય ત્યારે અમારા ખાનગી તબીબ તેમની સાથે હશે
  • અમારા તબીબની ભલામણ મુજબ અને તેમના ધ્યાને રાખીને ઇલાજ કરાશે
  • હાર્દિકની સાથે સતત પાસના કન્વિનરો અને મિત્રો રહેશે
  • ચોવીસ કલાક અમારી હાજરીમાં તેની સારવાર કરાવવામાં અાવશે

કેમ હાર્દિકને હોસ્પિટલાઈઝડ કરવાની ઉઠી ચર્ચાઅો

  • અાજે પોલીસના ઉચ્ચ અધિકારીઅે હાર્દિકના નિવાસની લીધી મુલાકાત
  • હાર્દિકે અાજે જળત્યાગ કરતાં તેની તબિયત વધુ બગડે તેવો છે તબીબોનો રિપોર્ટ
  • અાઇસીયું અોન વ્હિલ હાર્દિકના ઘરની બહાર હોવા છતાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે
  • સોલા સિવિલમાં પોલીસનો બંદોબસ્ત વધારાયો હોવાની થઈ ચર્ચાઅો
  • પાસ પણ હાર્દિકની તબિયત બાબતે બની છે ચિંતિંત

હાર્દિક હવે વ્હિલચેરના સહારે

ખેડૂતોને દેવા માફી અને પાટીદારોને અનામતને લઈને અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસનો આજે તેરમો દિવસ થયો છે. ત્યારે આજે હાર્દિક પટેલ શારીરિક રીતે વધુ કમજોર બન્યો છે.. હાર્દિક પટેલને જાતે  ઉભા થવામાં પડી રહી છે તકલીફ, વહીલચેરના સહારે અને મિત્રોના સહારે જ તે આવ જા કરી શકે છે. આજે હાર્દિક પટેલનું સોલા સિવિલ હોસ્પિટલે મેડિકલ ચેકઅપ કર્યુ હતુ.જેમાં પલ્સ થોડા વધ્યા છે.તો સાથે જ વજન માં ચારથી પાંચ કિલો ઘટાડો નોંધાયો છે. તબીબોએ ફરી હાર્દિકને હોસ્પિટલાઈઝ થવાની સલાહ આપી છે. હાર્દિક પટેલના ખાનગી તબીબે પણ હાર્દિકના ખરાબ સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરી છે.

Related posts

ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા ફ્રોડ થાય તો ક્યાં કરશો ફરિયાદ? કેવી રીતે રૂપિયા મળશે પરત? એક ક્લિકે જાણો

Bansari

’40મી ઓવર બાદ ધોની જ બની જાય છે ટીમનો કેપ્ટન’ આ સ્પિનરને ફરી આવી ‘માહી’ની યાદ

Bansari

Video: સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનો રોમેન્ટિક ડાન્સ, કેમેસ્ટ્રી જોઇને તમે પણ કહેશો Wow!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!