આ છે ભારતનું સૌથી મોંઘુ ઘર, વિસ્તાર અને કિંમત તો…

આમ તો દુનિયામાં ઘણા મોટા-મોટા બંગલા છે. એ જેટલા મોટા છે તેટલાં જ જોવામાં પણ સુંદર લાગે છે. આ બંગલાની કિંમત પણ બહુ જ વધારે હોય છે, અથવા તો આપણી વિચારણાથી ઘણુ વધારે હોય છે.

ભારતના એક સૌથી મોંઘા અને સુંદર ઘરની વાત કરવામાં આવે તો એ છે લિંકન હાઉસ. આ ખૂબ જ મોટું અને સુંદર ઘર છે, જેને પુણેના વેપારી સાયરસ પુનાવાલાએ દક્ષિણ મુંબઈની વચ્ચે આવેલાં કેન્ડીમાં ખરીદી કરી છે. આ જાણીને આશ્ચર્ય થશે કે આ મકાનની તેઓએ લગભગ 750 કરોડ રૂપિયામાં ખરીદી કરી છે.

આ મકાન 2 એકરમાં છે.

આ ઘર એક સમયે વાકાનેરનાં રાજા, રાજા પ્રતાપ સિંહનો બંગલો હતો. પરંતુ દેશની સ્વતંત્રતા પછી વર્ષ 1957માં અમેરિકાએ લીઝ પર લઇને કાઉન્સિલલેટ ઑફિસ ખોલી દીધી. આ પછી ઘરનું નામ લિંકન હાઉસ પડ્યું.

પછી વર્ષ 2011માં અમેરિકાએ તેને વેચવાનું નક્કી કર્યું અને તેને એક ભારતીયે ખરીદી લીધું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter