GSTV
Home » News » આ છે ભારત અને ન્યુઝીલેન્ડની વન-ડે ટીમ, કોઈની વર્તાશે ખોટ તો કોઈ વળી બનશે તાકાત

આ છે ભારત અને ન્યુઝીલેન્ડની વન-ડે ટીમ, કોઈની વર્તાશે ખોટ તો કોઈ વળી બનશે તાકાત

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થયો. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. હવે ટીમ ઇન્ડિયા 23 જાન્યુઆરીથી ઑસ્ટ્રેલિયાથી 4 હજાર કિલોમીટર દુર ન્યુઝીલેન્ડ સાથે બે-બે હાથ કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચેની પહેલી વન-ડે મેચ 23 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી સુધી ચાલશે. તે પછી, ટી-20 શ્રેણી 6 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે.

121 પોઈન્ટ સાથે વન-ડે રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા બીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ 113 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. આવી પરિસ્થિતિમાં, બંને ટીમો વિશ્વ કપનાં પ્રથમ ક્રમાંક 1 વાળી ઇંગ્લેંડ ટીમ પાસે પહોંચવા માંગે છે. એવામાં બંને ટીમોએ આ શ્રેણી માટે તેમની ટીમમાં કોણ કોણ રમશે એની જાહેરાત કરી દીધી છે. બંને ટીમોની કેટલીક મજબૂતાઈ અને કેટલીક નબળાઈ છે.

ટીમ ઇન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહમદ, મોહમ્મદ શમી, વિજય શંકર, શુભમન ગિલ

ન્યૂઝીલેન્ડના પ્રથમ ત્રણ એક-દિવસીય મેચો માટેની ટીમ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટ્રેન્ટ બાઉલ્ટ, ડોગ બ્રેસવેલ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લૉકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટીલ, મૈટ હેનરી, ટોમ લેથમ, કોલિન મુનરો, હેનરી નિકોલસ, મિશેલ સેંટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, રોસ ટેલર.

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાએ યુવાન ઓલ-રાઉન્ડર વિજય શંકરને અજમાવવો પડશે કે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઓછો અનુભવ છે. આ રીતે, ટીમ ઇન્ડિયાની આ એક નબળાઈ છે. તેમજ આ ઉપરાંત બૂમરાહની ગેરહાજરીમાં ન્યૂઝિલેંડ સામે તેની જગ્યા કોણ લેશે, આ પણ એક મોટો પ્રશ્ન છે.

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!