GSTV
Home » News » આ કંપનીઓ પાસેથી કરો મોટી કમાણી, કરવું પડશે માત્ર 5 હજારનું રોકાણ

આ કંપનીઓ પાસેથી કરો મોટી કમાણી, કરવું પડશે માત્ર 5 હજારનું રોકાણ

સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હેઠળ ફર્દર ફંડ ઓફરને રિટેલ રોકાણકારો માટે 31 જાન્યુઆરીએ ખોલી દેવામા આવશે. ETF એક રીતે મ્યૂચલ ફંડ છે, જેને એકમ સ્ટોક એક્સચેન્જ પર ખરીદી અને વેચી શકાય છે. આ ફંડ હાઉસ તરફથી ટ્રેડિંગ એકાઉન્ટમાં થકી ખરીદી અથવા વેચી શકાય છે. માર્ચ 2014માં લોન્ચ થયા બાદ CPSE ETFનું સાતમું ટ્રાંચ છે.

સામેલ છે 12 સરકારી કંપની

CPSE ETF માં 12 પબ્લિક સેન્ટર કંપનીઓ સામેલ છે, જેમાં વધારે એનર્જી અને પાવર સેક્ટરની કંપનીઓ છે. 23 જાન્યુઆરી સુધી છેલ્લા એક, ત્રણ અને પાંચ વર્ષમાં તેમનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ક્રમશ: -6.36 ટકા, -6.35 ટકા અને-2.59 ટકા રહ્યો છે. ONGC, NTPC, કોલ ઈન્ડિયા, ઈન્ડિયન ઓયલ, REC, PFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઓઈલ ઈન્ડિયા, NBCC ઈન્ડિયા, NLC ઈન્ડિયા અને SJVN જેવી કંપનીઓ સામેલ છે. આ કંપનીઓને ઈન્ડેક્ષમાં 20 ટકા સુધીનું વજન છે.

મળશે 3 ટકા ડિસ્કાઉન્ટ

પ્રત્યેક CPSE ટ્રાંચ ડિસ્કાઉન્ટની સાથે આવે છે, જે છૂટક રોકાણકારો માટે આશરે 3–5 ટકા જેટલું હોય છે. વર્તમાનમાં આ સાતમી કક્ષા માટે રોકાણકારોને 3 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ છૂટ સંદર્ભ કિંમત પર આધારિત હશે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના સંસ્થાકીય રોકાણકારો આ છૂટનો લાભ લેવા માટે જ રોકાણ કરે છે.

ગ્રીનશૂનો પણ રખાશે વિકલ્પ

આ CPSE ETFને નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ કંપની સંભાળી રહી છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે આ યોજનાને ગુરુવારે જ ખોલવામાં આવી દીધી હતી. જેના એક દિવસ બાદ શુક્રવારે રિટેલ ઈન્વેસ્ટર્લ માટે આને ખોલવામાં આવશે, 6 FFOના સાતમા ટ્રાંચ માટે આધાર પ્રાઈસ 10 હજાર રૂપીયા રાખવામાં આવી છે. જો ત્યાં વધુ સબ્સ્ક્રિપ્શન છે, તો આ માટે ગ્રીનશુનો વિકલ્પ પણ છે.

ઓછામાં ઓછા રોકાણ કરી શકો છો 5 હજાર રૂપિયા

રિટેલ રોકાણકાર તરીકે તમે ઓછામાં ઓછા 5 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. સાથે જ બિન-સંસ્થાકીય રોકાણકારો અને લાયક સ્થાપક ખરીદદારો માટે આ મર્યાદા 2 લાખ રૂપિયા છે. એન્કર રોકાણકારો માટે લઘુતમ રોકાણ મર્યાદા 10 કરોડ રૂપિયા છે.

READ ALSO

Related posts

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva

Food Court: શિયાળામાં ચોખાના બદલે બનાવો ધાનની પૌષ્ટીક ‘પંચકોટી બિરીયાની’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!