GSTV
Home » News » ISROએ વિક્રમ લેન્ડરની ખોજ આ રીતે કરી

ISROએ વિક્રમ લેન્ડરની ખોજ આ રીતે કરી

ઇસરોને મિશન ચંદ્રયાન-2માં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઇસરો તે વાત જાણવામાં સફળ થયું છે કે આખરે લેન્ડર વિક્રમનું ઉતરાણ કયા થયું છે. ઇસરોના ચેરમેન કે.સિવને પણ આ વાતની પુષ્ટી કરી. ચંદ્રની ઉપર ભ્રમણ કરી રહેલા ઓર્બિટરે ચંદ્રની સપાટી ઉપર લેન્ડર વિક્રમનું ઉતરાણ ક્યા થયું છે તેની ખોજ કરી લીધી છે. ઓર્બિટરે વિક્રમની તસવીર પણ મોકલી છે.

થર્મલ ઇમેજના આધારે ઇસરો લેન્ડર વિક્રમનું લોકેશન જાણવામાં સફળ રહ્યું છે. જો કે ઇસરો હજુ સુધી લેન્ડર વિક્રમનો સંપર્ક સાધવામાં સફળ રહ્યું નથી. રવિવારે ઇસરોના અધ્યક્ષ કે. સીવને એએનઆઈને જણાવ્યું કે, અમે લેન્ડર વિક્રમનું લોકેશન શોધી લીધું છે. ચંદ્રની પરિક્રમા કરતા ઓર્બિટરે લેન્ડર વિક્રમની થર્મલ ઇમેજ પર ક્લિક કરી છે.કે. સીવને વધુમાં જણાવ્યું કે, પરંતુ લેન્ડર વિક્રમ સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો.

અમે તેના માટે સતત પ્રયત્નશીલ છીએ. તેની સાથે વહેલી તકે કોમ્યુનિકેશન સધાશે. હવે ઇસરો વૈજ્ઞાનિક ઓર્બટિરના માધ્યમથી લેન્ડર વિક્રમને સંદેશ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી તેનું કોમ્યુનિકેશન સિસ્ટમ ઓન કરવામાં આવી શકે. 7 સપ્ટેમ્બરની વહેલી પરોઢે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના 2.1 કિલોમીટર પહેલા લેન્ડર વિક્રમનો ઈસરોના કન્ટ્રોલ સેન્ટર સાથે સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે ઇસરોએ કહ્યું હતું કે અમે લેન્ડર વિક્રમ સાથે સતત સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત

pratik shah

સૌથી મોટા સમાચાર : ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત, વિશ્વભરમાં મંદીનો માહોલ ઝડપથી બદલાશે

Nilesh Jethva

આ ગામના લગભગ દરેક ઘરમાં છે કેન્સરનો દર્દી, આ રીતે એક પછી એક બન્યાં આ ગંભીર બીમારીનો ભોગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!