GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજ આ રીતે વાંચી શકો છો, ખુબ જ ઓછા લોકો જાણે છે આ ટ્રિક

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ સિવાય યુઝરના અનુભવને વધુ સારું બનાવવા માટે વોટ્સએપ થોડા થોડા સમયમાં નવા ફિચર્સ પણ રજૂ કરે છે. થોડાક વર્ષો પહેલા વોટ્સએપે ડિલીટ ફોર ઓલનો ફિચર ઉપલબ્ધ કરાવ્યો હતો. આ ફિચરની મદદથી ભૂલથી મોકલવામાં આવેલા મેસેજને 2 દિવસ અને 12 કલાકના સમયગાળા સુધીમાં ડિલીટ કરી શકાય છે.

ઘણીવાર ખાસ લોકો દ્વારા જો કોઈ મેસેજ ડિલીટ કરવામાં આવે, તો લોકો ચિંતામાં આવી જાય છે અને તેઓ જાણવા માંગે છે કે મેસેજમાં શું છે. વોટ્સએપ આ માટે કોઈ સત્તાવાર ફિચર નથી. પરતું એક ટ્રીક છે, જેના થકી ડિલીટ થયેલા મેસેજ પણ વાંચી શકાય છે.

પ્લે સ્ટોર/એપ સ્ટોર પર ઘણા આવા થર્ડ પાર્ટી એપ છે જે ડિલીટ થયેલા મેસેજને પુનઃપ્રાપ્ત કરવાનો દાવો કરે છે, પરંતુ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે થર્ડ પાર્ટી એપ ડેટા ચોરી, માલવેર અને ડિવાઈસનો અનધિકૃત ઍક્સેસ મેળવી શકે છે.

વોટ્સએપ બેકઅપમાંથી મેસેજનો બેકઅપ મેળવી શકાય છે. પરંતુ આ પ્રક્રિયામાં ઘણી પ્રક્રિયા કરવી પડે છે. એન્ડ્રોઈડ 11 યુઝર્સ માટે ડિલીટ કરેલા વોટ્સએપ મેસેજને જોવા માટે ડિવાઈસના સેટિંગમાં નોટિફિકેશન હિસ્ટ્રી ચેક કરવી જોઈએ. આમ સુરક્ષિત રીતે મેસેજ જોઈ શકાશે.

વોટ્સએપ બેકઅપમાંથી ડિલીટ થયેલા મેસેજ કેવી રીતે વાંચવા?

1) વોટ્સએપ સેટિંગ્સમાં જાઓ. આ પછી અહીંથી ચેટ પસંદ કરો. આ પછી તમને ચેટ બેકઅપનો વિકલ્પ મળશે.

2) અહીં જૂનો બેકઅપ શોધો, જેમાં ડિલીટ કરેલા મેસેજ હશે

નોંધ: આ પ્રક્રિયા થોડી મૂશ્કેલી આવી શકે છે

નોટિફિકેશન હિસ્ટ્રીમાંથી ડિલીટ કરાયેલા વોટ્સએપ  મેસેજને કેવી રીતે એક્સેસ કરશો?

(આ ફક્ત Android 11 વપરાશકર્તાઓ માટે છે)

1-ડિવાઈસના સેટિંગ્સમાં જાઓ

2- હવે નીચે સ્ક્રોલ કરો અને ‘એપ્સ અને નોટિફિકેશન’ પર ટેપ કરો

3- નોટીફિકેશન સિલેક્ટ કરો

4- નોટિફિકેશન હિસ્ટ્રી પર ટેપ કરો

5-  યૂઝ નોટિફિકેશન હિસ્ટ્રીની આગળ આપેલા બટનનો ઉપયોગ કરો

6- નોટિફિકેશન હિસ્ટ્રી ઓન થયા બાદ તમે ડિલીટ કરેલા વોટ્સએપ મેસેજના નોટિફિકેશન જોઈ શકશો

Also Read

Related posts

નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ

Hina Vaja

રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર

Siddhi Sheth

રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય

Hina Vaja
GSTV